Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/6_1590404269.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/6_1590404269.jpg. Show all posts

Monday, May 25, 2020

લૉકડાઉનના નિયમોને લઈ પડોશીએ કોમેડિયન વીરદાસ પર છીંક ખાધી, મારવાની ધમકી આપી

એક્ટર તથા કોમેડિયન વીર દાસે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને પડોશીએ તેની સાથે કેવો દૂર્વ્યવહાર કર્યો તે અંગે વાત કરી હતી.

વીડિયોમાં શું છે?
વીડિયોમાં એક વ્યક્તિ વીર દાસને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ના કરવા બદલ ધમકાવતો હોય છે. આટલું જ નહીં તે વ્યક્તિ વીર પર છીંક પણ ખાવાનો પ્રયાસ કરે છે. જોકે, એક્ટરે તે વ્યક્તિના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં. વીડિયોમાં એક વ્યક્તિ વીરને માસ્ક પહેરવાનો તથા ઘરની અંદર જવાનું કહે છે. તે વ્યક્તિ વીરને મારવા માટે આગળ પણ આવે છે. તે કહે છે, ‘હસીશ નહીં, હું તમને થપ્પડ મારીશ. મારો જન્મ આ જ ઘરમાં થયો છે. મારા પેરેન્ટ્સ આ જ ઘરમાં મૃત્યુ પામ્યા છે. તેમની આત્મા તમને હેરાન-પરેશાન કરશે.’

વીર દાસે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે આ વ્યક્તિ પહેલાં પણ મીડિયામાં જઈને તેના તથા તેના પરિવાર વિશે ગમે તેમ બોલી ચૂક્યો છે. આ વખતે તે મીડિયામાં જાય તે પહેલાં જ વીડિયો રેકોર્ડ કરીને ટ્વીટ કર્યો. માફ કરજો, જોકે, આ વખતે તો હદ જ થઈ ગઈ. તમારું લૉકડાઉન કેવું ચાલે છે? વીર દાસે સોશિયલ મીડિયામાં અંગત પ્રશ્નો લાવવા બદલ માફી પણ માગી હતી.

વીર દાસે પોતાના પક્ષમાં શું કહ્યું?
વીર દાસે વીડિયો શૅર કર્યાં બાદ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘હું અને મારો મિત્ર થોડીવાર માટે બિલ્ડિંગની બહાર હતાં. રાત્રે 10 વાગે એક પડોશી આવ્યો, કારણ કે અમે તેના માટે જમવાનું બનાવ્યું હતું. અમે કોમ્પ્લેક્સમાં આવું કરીએ છીએ. આ દરમિયાન અમે બેસવા માટે 15 ફૂટ દૂર એક ખુરશી આપી. પૂરી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું. મારોમિત્ર પોતાના ઘરે જઈને કોલ્ડ ડ્રિંક લઈ આવ્યો હતો. તેણે માસ્ક પહેર્યો હતો. તેણે સ્મોક માટે માસ્ક નીચે ઉતાર્યો હતો. આ વ્યક્તિ (જેણે ઝઘડો કર્યો એ) મારો મકાન માલિક નથી. તે એનેક્સી બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર પર રહે છે. તેને આ વાતનો ગુસ્સો છે કે મારા મકાન માલિકને વારસામાં આ મકાન મળ્યું. આ મકાનમાં હું રહું છું અને તે વ્યક્તિ રહી શકતો નથી. મને ખ્યાલ નથી કે આ વ્યક્તિએ મને ધમકાવ્યો, મારી પર છીંક ખાધી અથવા તો સ્વ. પેરેન્ટ્સને લઈ મને ડરાવ્યો તે હેરાન કરવાની શ્રેણીમાં આવે છે કે નહીં. પરંતુ આ વખતે તેમણે તમામ હદ પાર કરી નાખી.’

વીર દાસે એમ પણ કહ્યું હતું કે આ પહેલાં પણ ઝઘડા થઈ ચૂક્યા છે.

વીર દાસે શાંતિથી જવાબ આપ્યો
વીડિયોમાં તે વ્યક્તિ વારંવાર વીર દાસને ધમકાવે છે અને કહે છે કે તે તેની પ્રોપર્ટી છે. જોકે, વીર દાસ ઘણી જ શાંતિથી જવાબ આપે છે. વીર દાસે કહ્યું હતું કે આ પ્રોપર્ટી તેમની નથી. આ ઘર તેણે ભાડે લીધું છે અને તે રેન્ટ આપે છે.

નોંધનીય છે કે વીર દાસે થિયેટરમાં કોમેડી શોથી શરૂઆત કરી હતી. વર્ષ 2003માં વીર દાસે 100થી વધુ કોમેડી શો પર્ફોર્મ કર્યાં હતાં. વીરે ‘ઈસ રૂટ કી સભી લાઈન મસ્ત હૈં’ ટીવી શો હોસ્ટ કરીને ટીવી કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2007માં ફિલ્મ ‘નમસ્તે લંડન’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. વીરે ‘લવ આજ કલ’, ‘બદમાશ કંપની’, ‘ડેલી બેલી’, ‘ગો ગોવા ગોન’, ‘શાદી કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘શિવાય’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. વીર દાસે વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે, હાલમાં જ નેટફ્લિક્સ પર વીર દાસની ‘હસમુખ’ વેબ સીરિઝ સ્ટ્રીમ થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neighbor sneezes on comedian Virdas over lockdown rules, threatens to slap him


from Divya Bhaskar https://ift.tt/3d0vUa7
https://ift.tt/3d3HpNR

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...