Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/8_1590412670.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/25/8_1590412670.jpg. Show all posts

Monday, May 25, 2020

‘મિસ્ટર ઈન્ડિયા’ને 33 વર્ષ પૂર્ણ થયા, અનિલ કપૂરે ગીત ‘ઝિંદગી કી યહી રીત’ પાછળની રસપ્રદ વાત શૅર કરી

અનિલ કપૂરે સોશિયલ મીડિયામાં ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ના ગીત ‘ઝિંદગી કી યહી રીત હૈં’ શૅર કર્યું છે. આ ફિલ્મને 33 વર્ષ પૂર્ણ થયા છે. આ ગીત પાછળની રસપ્રદ સ્ટોરી પણ અનિલ કપૂરે પોસ્ટમાં શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 25 મે, 1987માં રિલીઝ થઈ હતી.

અનિલ કપૂરે કહ્યું, કેવી રીતે આ ગીત બન્યું?
અનિલ કપૂરે કહ્યું હતું, ‘મિસ્ટર ઈન્ડિયા’ના 34 વર્ષ. ‘મિસ્ટર ઈન્ડિયા’ હંમેશાં મારા માટે મહત્ત્વની ફિલ્મ રહેશે. મને આજે પણ યાદ છે કે 34 વર્ષ પહેલાં જ્યારે અમે આની શરૂઆત કરી હતી ત્યારે હું દરેક બાબતને લઈ ઘણો જ સજાગ રહેતો હતો. મેં જ્યારે ‘ઝિંદગી કી યહી રીત’ની ટ્યૂન સાંભળી ત્યારે મારા મનમાં માત્ર કિશોરદાનો અવાજ ગુંજતો હતો. જોકે, તે સમયે કિશોર કુમાર તથા લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે કામ કરતાં નહોતાં. કિશોરદાનો સંપર્ક કરવામાં જ મને મહિનાઓ લાગ્યા હતાં. અંતે, હું કિશોર કુમારના ઘરે ગયો અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. અંતે, આ સુંદર ગીત બન્યું. આ ગીત આજે પણ મુશ્કેલ સમયમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.’ ઉલ્લેખનીય છે કે ફિલ્મના ગીતો જાવેદ અખ્તરે લખ્યા હતા.

View this post on Instagram

Mr India was & always will be a very important film for me. I remember even 34 years ago when we began the journey I became obsessed with every detail. From the time I heard the tune of ‘Zindagi Ki Yahi Reet Hai’ I could only imagine Kishore Da’s voice singing it. At the time, Kishore Kumar & Laxmikant Pyarelal did not want to work together. It took months to even get in touch with Kishore da. When I finally did, I went to Kishore Kumar’s residence & mediated their patch up...the end result was this beautiful melody which is so uplifting during these tough times. Today is 33 years since the release of Mr India and it’s message is still as important, if not more so. Be kind to each other, do the right thing; life may get tough, but in the end, good will prevail. ‘Zindagi Ki Yehi Reet Hai Haar Ke Baad Hi Jeet Hai Thode Aansu Hai, Thodi Hasi Aaj Gham Hai To Kal Hai Khushi’

A post shared by anilskapoor (@anilskapoor) on May 25, 2020 at 2:26am PDT

વધુમાં અનિલ કપૂરે કહ્યું હતું, ‘આ ગીત આજના સમયમાં એકદમ બરોબર છે. આજે ફિલ્મ રિલીઝ થયે 33 વર્ષ થયા તેમ છતાંય આ ગીતમાં આપવામાં આવેલો મેસેજ ઘણો જ મહત્ત્વનો છે. બધા પ્રત્યે દયાળું બન્યો, જે સાચું છે એ જ કરો. જીવન મુશ્કેલ બની શકે છે પરંતુ અંતે તો સત્યનો જ વિજય થાય છે.’

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત શ્રીદેવી, અમરિશ પુરી મહત્ત્વના રોલમાં હતાં. આ ફિલ્મ તે સમયે ઘણી જ સફળ રહી હતી. આ ફિલ્મને શેખર કપૂરે ડિરેક્ટ કરી હતી અને બોની કપૂરે પ્રોડ્યૂસ કરી હતી.

હાલમાં જ ફિલ્મની રિમેકને લઈ વિવાદ થયો
અલી અબ્બાસ ઝફરે ફેબ્રુઆરીમાં ટ્વીટ કરી હતી કે તે ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ને ત્રણ ભાગમાં બનાવવાનો છે. આ ફિલ્મને ઝી સ્ટૂડિયો પ્રોડ્યૂસ કરવાનું છે. આના પર અનિલ કપૂર તથા તેમની બંને દીકરીઓ તથા ડિરેક્ટર શેખર કપૂરે નારાજગી પ્રગટ કરી હતી. તે સમયે શેખર કપૂરે આ મુદ્દે કાનૂની લડત લડવાની વાત પણ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anil Kapoor marks Mr India’s 33 years with story behind Zindagi Ki Yahi Reet Hai song


from Divya Bhaskar https://ift.tt/2TCsEKf
https://ift.tt/2TRX6An

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...