એક્ટર સુનિલ દત્તની આજે સોમવારે પુણ્યતિથિ છે. સંજય દત્તે પિતાની 15મી પુણ્યતિથિ પર તેમને યાદ કરી એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેણે પિતા સાથેના બાળપણથી લઈને મોટો થયો ત્યાં સુધીના ફોટોઝનો એક વીડિયો શેર કર્યો છે.
View this post on InstagramA post shared by Sanjay Dutt (@duttsanjay) on May 24, 2020 at 11:34pm PDT
સંજય દત્ત તેના પિતાની ઘણો નજીક હતો. સંજયે વીડિયો શેર કરી લખ્યું કે, તમે જ્યારે મારી બાજુમાં હોય ત્યારે મને ખબર હતી કે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારો આભાર ડેડ હંમેશાં મારી સાથે રહેવા માટે. તમને આજે અને દરરોજ યાદ કરું છું.
આ પોસ્ટ પર સંજયની દીકરી ત્રિશાલાએ કમેન્ટ કરી હતી કે, 15 વર્ષ. દાદાજીને રોજ યાદ કરું છું. કાશ તેઓ અહીંયા હોત. ત્રિશાલા સંજય દત્તની પહેલી પત્નીની દીકરી છે. સંજય દત્તની બીજી પત્ની માન્યતાએ પણ સંજયની આ પોસ્ટ પર હાર્ટ ઈમોજી શેર કર્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LXiL5z
https://ift.tt/2TBDkJ6