Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/2_1590475589.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/2_1590475589.jpg. Show all posts

Tuesday, May 26, 2020

અક્ષય કુમારે સવારે છ વાગે ફિલ્મ ‘બેલ બોટમ’ની સ્ક્રિપ્ટને લઈ રાઈટર-ડિરેક્ટર-પ્રોડ્યૂસર સાથે મિટિંગ કરી

લૉકડાઉન હોવા છતાંય અક્ષય કુમાર કામ કરી રહ્યો છે. હાલમાં જ અક્ષય કુમારે કોવિડ 19ને લઈ જાગૃતિ અભિયાનને લગતી શોર્ટ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. હવે, અક્ષયકુમારે આગામી ફિલ્મ ‘બેલ બોટમ’નું સ્ક્રિપ્ટ નેરેશન સાંભળ્યુ હતું.

નિખીલ અડવાણીએ ટ્વીટ કરી
ફિલ્મમેકર નિખીલ અડવાણીએ ઝૂમ મીટિંગની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘લૉકડાઉનમાં પણ અક્ષય કુમાર માટે કંઈ બદલાતું નથી. સવારે છ વાગે ‘બેલ બોટમ’નું ફાઈનલ નેરેશન.’ નિખીલે ટ્વીટમાં રાઈટર રણજીત તિવારી તથા અસીમ અરોરા અને પ્રોડ્યૂસર્સ જેકી ભગનાની તથા વાસુ ભગનાનીને ટૅગ કર્યાં હતાં.

‘બેલ બોટમ’ 2021માં રિલીઝ થશે
80ના દાયકા પર આધારિત જાસૂસી થ્રિલર ‘બેલ બોટમ’ આવતા વર્ષે બીજી એપ્રિલે રિલીઝ થવાની છે. ગયા વર્ષે અક્ષય કુમારે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો.

25 મેએ શૂટિંગ કર્યું
અક્ષય કુમારે 25 મેના રોજ કમાલિસ્તાન સ્ટૂડિયોમાં શૂટિંગ કર્યું હતું. આરોગ્ય વિભાગની શોર્ટ ફિલ્મ માટે અક્ષય કુમારે આ શૂટ કર્યું હતું. આ શોર્ટ ફિલ્મને આર બાલ્કીએ ડિરેક્ટ કરી હતી. શૂટિંગ દરમિયાન તમામ સાવચેતી રાખવામાં આવી હતી. સેટ માત્ર 20 લોકો જ હતાં.

‘સૂર્યવંશી’-‘લક્ષ્મી બોમ્બ’ની રિલીઝને લઈ આશંકા
અક્ષય કુમારની ઈદ પર ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ થવાની હતી. આ પહેલાં માર્ચમાં ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી એક પણ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ ફિલ્મ થિયેટર ખુલશે ત્યારે જ રિલીઝ કરવામાં આવશે.

‘પૃથ્વીરાજ’નો સેટ તોડવામાં આવશે
અક્ષય કુમાર યશરાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ બાકી છે. મુંબઈના દહીંસરમાં ફિલ્મને લઈ બે સેટ બનાવવામાં આવ્યા છે, એક રાજમહેલનો સેટ હતો અને એક યુદ્ધનો સેટ હતો. જોકે, જૂનમાં વરસાદની સિઝન શરૂ થવાની હોવાથી હવે પ્રોડક્શન હાઉસે આ બંને સેટ તોડવાનો નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે, સ્ટૂડિયોની અંદર જ શૂટિંગ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar held 6 am script meeting for Bell Bottom


from Divya Bhaskar https://ift.tt/36xvFk5
https://ift.tt/3c1WVsl

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...