Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/7_1590496767.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/7_1590496767.jpg. Show all posts

Tuesday, May 26, 2020

સીએમ ઉદ્ધવ ઠાકરેએ ‘આને વાલ પલ જાને વાલા હૈં’ ગીત ગાઈને ટીવી બ્રોડકાસ્ટર-પ્રોડ્યૂસરને હિંમત આપી

લૉકડાઉનને કારણે ટીવી તથા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ઘણું જ નુકસાન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં વીડિયો કોલ દ્વારા ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા બ્રોડકાસ્ટર્સ તથા પ્રોડ્યૂસર્સ સાથે મિટિંગ કરી હતી. અંદાજે 45 મિનિટ સુધી ચાલેલી આ મિટિંગમાં ટીવી શોનું શૂટિંગ ક્યારથી શરૂ કરવામાં આવે, તેની પર ચર્ચા થઈ હતી. મિટિંગ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ તમામને આશ્વસાન આપ્યું હતું કે તેઓ જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ લાવશે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જેડી મજેઠિયાએ કહ્યું હતું, ‘ટીવી પ્રોડ્યૂસર્સ, બ્રોડકાસ્ટર્સ તથા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથેની મિટિંગ ઘણી જ પોઝિટિવ રહી હતી. મિટિંગમાં તમામે પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. હાલમાં ઈન્ડસ્ટ્રીને ઘણું જ નુકસાન થઈ રહ્યું છે. અમે બધાએ સાથે મળીને કહ્યું કે શૂટિંગ જલ્દીથી શરૂ થવું જોઈએ. અમે તેમને એ વિશ્વાસ અપાવ્યો કે અમે ઘણાં જ પ્રોટેક્ટેડ તથા ક્વૉરન્ટીન માહોલમાં શૂટિંગ કરીશું. તેમણે અમારી પાસેથી ગાઈડ લાઈન માગી છે.’

વધુમાં જેડી મજેઠિયાએ કહ્યું હતું, ‘આ ઉપરાંત અમે પોસ્ટ પ્રોડક્શનની વાત પણ કરી હતી. તેમણે હાલ તો એ જ કહ્યું કે નાના સ્ટૂડિયોમાં કામ શરૂ કરી શકાશે નહીં. જોકે, અમને આની એક યાદી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે પોસ્ટ પ્રોડક્શનની યાદી બનાવવાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે. તેમણે એક ઈન્ટરનલ કમિટી બનાવવાનું કહ્યું છે. આ કમિટીમાં અમે ચર્ચા કરીશું અને પછી તેમને અમારી વાત કહીશું. અમે તેમને એ વિનંતી પણ કરી હતી કે શૂટિંગ શરૂ થાય તે પહેલાં ચોમાસાનું પણ ધ્યાન રાખવામાં આવે. અમને દરેક નાની-નાની વાતોનું લિસ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું છે. અમે ટૂંક સમયમાં આ લિસ્ટ તેમને આપીશું. શૂટિંગ ક્યારે શરૂ થશે, તેની ડેટ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.’

View this post on Instagram

We had a very positive meeting of broadcasters & television producers with the CM of Maharashtra Shri Uddhav Thakrey . The forum that Spoke to the Hon. CM Sir this evening are Puneet Goenka Sir , N P Singh Sir , Rahul Joshi , Madhavan , Puneet Mishra , Abhishek Rege , Deepak Dhar , Adesh Bandekar , Dr Sanjay Mukharji , Vikas Gharelu , Sudhir Naik and Myself. We shared concerns of our businesses and job losses with viewers fatigue of reruns and wishes to start shooting with utmost cares of safety and SOPs. He quickly addressed all issues , asked his team to initiate a committee and workout the possibilities to start work soon . He concluded with asking us all to be positive and hopeful with a line of a song from the film chhoti si baat “Aanewala pal jane wala hai”. Special thanks to J D Majethia & Nitin Vaidya. All in all we ended with hope humour empathy n positivity! JAI MAHARASHTRA

A post shared by Erk❤️rek (@ektarkapoor) on May 22, 2020 at 9:27am PDT

મિટિંગનો માહોલ થોડો હળવો બનાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ ગીતની પંક્તિ પણ સંભળાવી હતી. આ અંગે જેડીએ કહ્યું હતું, ‘માહોલ ઘણો જ પોઝિટિવ હતો. આ માહોલમાં અમે બધા સ્ટ્રેસમાં જ હતાં પરંતુ ઠાકરેજીએ માહોલને ઘણો જ હળવો કર્યો હતો. તેમણે ‘આને વાલા પલ જાને વાલા હૈં...’ ગાઈને મિટિંગ પૂરી કરી હતી. તેમણે એમ કહીને અમારી હિંમત વધારી કે આ સમય પણ જતો રહેશે. અમને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. હું તેમનો આભારી છું.’

આ મિટિંગમાં સોની ચેનલના એન પી સિંહ, ઝી ચેનલના પુનિત મિશ્રા, વાઈકોમ 18ના રાહુલ જોષી તથા સ્ટાર ચેનલના મિસ્ટર માધવન સામેલ હતાં. પ્રોડ્યૂસર્સ ટીમમાંથી એકતા કપૂર, નિતિન વૈદ્ય, આદેશ બાંદેકર, દિપક ધર તથા અભિષેક રેગ પણ હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CM Uddhav Thackeray gives courage to TV broadcaster-producer by singing 'Aane Wala Pal Jane Wala Hain'


from Divya Bhaskar https://ift.tt/3c7C5Yu
https://ift.tt/36tgsRk

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...