Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/karananana_1590473767.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/26/karananana_1590473767.jpg. Show all posts

Tuesday, May 26, 2020

બોની કપૂર બાદ હવે કરણ જોહરના હાઉસ સ્ટાફમાં 2 સભ્યો કોરોના પોઝિટિવ, બિલ્ડિંગના એક ભાગમાં 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેશે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોની કપૂર બાદ ફિલ્મમેકર કરણ જોહરના હાઉસ સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. તેમાં તેણે જણાવ્યું કે બીએમસીને આ વાતની માહિતી આપી દેવાઈ છે અને બંને કોરોના પોઝિટિવ દર્દીને બિલ્ડિંગના એક ભાગમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આખી બિલ્ડિંગને સેનિટાઇઝ પણ કરી દેવામાં આવી છે.

કરણ જોહર મુંબઈના કાર્ટર રોડ સ્થિત યુનિયન પાર્ક રેસિડેન્સી નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહે છે. તેણે અહીંયા 8000 સ્કેવર ફીટનો સી-ફેસિંગ ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ અંદાજે 32 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઘરને શાહરુખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે. કરણ જોહર તેની માતા હિરૂ જોહર અને તેના ટ્વિન્સ બાળકો રૂહી અને યશ સાથે રહે છે.

સરકારના દરેક નિયમનું પાલન કરશે

કરણ જોહરે સોશિયલ મીડિયા પર શેર કરેલ પોસ્ટમાં લખ્યું છે કે, અમારી ફેમિલી અને સ્ટાફના બાકીના સભ્યો સેફ છે અને કોઈને લક્ષણો દેખાયા નથી. અમે સ્વેબ ટેસ્ટ કરાવ્યા છે જે નેગેટિવ આવ્યા છે તેમ છતાં સાવચેતીના ભાગરૂપે અમે, અમારો સ્ટાફ અને આસપાસના લોકો 14 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહીશું. સરકારના દરેક નિયમનું પાલન કરીને તમામ જરૂરી પગલાં લઈને લોકોની સુરક્ષાની અમારી જવાબદારી પર અમે ખરા ઉતરીશું.

બંનેનો ઈલાજ કરાવશે
કોરોના પોઝિટિવ સ્ટાફ મેમ્બર્સનો કરણ જોહર ઈલાજ કરાવશે અને કહ્યું કે, આ મુશ્કેલ પરિસ્થિતિ છે પણ મને કોઈ શંકા નથી કે આપણે ઘરે રહીને આ વાઇરસને હરાવી દેશું.

બોની કપૂરના હાઉસ સ્ટાફને કોરોના
અગાઉ પ્રોડ્યુસર બોની કપૂરના ઘરે કામ કરનાર એક સભ્યને કોરોના થયો અને ત્યારબાદ અન્ય બે સ્ટાફ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા. બોની કપૂર, જાન્હવી કપૂર અને ખુશી કપૂરના પણ કોરોના ટેસ્ટ થયા હતા જે નેગેટિવ આવ્યા હતા.

સોમવારે જ બર્થડે સેલિબ્રેટ કર્યો
કરણ જોહરે સોમવારે 25મેના રોજ તેનો 48મો બર્થડે સેલિબ્રેટ કર્યો. ઘરે બાળકો અને માતા સાથે કેક કટ કરી. ઇન્સ્ટાગ્રામ પર તેણે બાળકો કેક કટ કરતા હોય તેવો વીડિયો પણ શેર કર્યો હતો. ત્યારબાદ રાત્રે તેણે કોરોના પોઝિટિવ હાઉસ સ્ટાફ મેમ્બર્સની સ્ટોરી શેર કરી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan johar issued statement in which he confirms that two members of his staff got tested Coronavirus positive


from Divya Bhaskar https://ift.tt/3ehVwzb
https://ift.tt/36sAGuv

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...