Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/27-5-2_1590570755.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/27-5-2_1590570755.jpg. Show all posts

Wednesday, May 27, 2020

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મનું પહેલું સોન્ગ જૂતમ ફેંક રિલીઝ

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મનું પહેલું સોન્ગ જૂતમ ફેંક રિલીઝ થયું છે. 12 જૂનના થિયેટરને બદલી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મનું પહેલું સોન્ગ સોશિયલ મીડિયા પર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે, હોશિયારો કી બાતેં તો શીખ લી હૈ, અબ દેખ ભી લીજીયે.

જૂતમ ફેંક સોન્ગને પિયુષ મિશ્રાએ ગાયું છે જે એક્ટર, ગાયક, સંગીતકાર વગેરે છે. સોન્ગ રિલીઝ થયાની થોડી જ મિનિટમાં 17 હજારથી પણ વધુ લોકોએ આને જોઈ લીધું હતું. ફિલ્મનું ઓડિયો જ્યુકબોક્સ તો થોડી કલાક પહેલાં જ રિલીઝ કરી દેવાયું છે.

આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થયું હતું. ફિલ્મની સ્ટોરી ભાડુઆત અને માલિકની છે જેમાં અમિતાભ બચ્ચન મકાન માલિક છે અને આયુષ્માન ભાડુઆત છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન લખનઉમાં સ્થાનિક લોકો અમિતાભ બચ્ચનને તેમના ગેટઅપને કારણે ઓળખી શકતા ન હતા. લોકડાઉનને કારણે થિયેટરને બદલે ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર યોજાઈ રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
First song Jootam Phenk of Ayushmann Khurrana and Amitabh Bachchan starer film Gulabo Sitabo released


from Divya Bhaskar https://ift.tt/2ZJ7D4m
https://ift.tt/2ZSyT0D

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...