Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/2_1590562661.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/2_1590562661.jpg. Show all posts

Wednesday, May 27, 2020

‘ક્રાઈમ પેટ્રોલ’ ફૅમ એક્ટ્રેસની સુસાઈડ નોટ વાઈરલ, લખ્યું- ‘એક વર્ષ સુધી પ્રયાસ કર્યો, હવે હું થાકી ગઈ છું’

‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોમાં કામ કરનાર એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ સોમવાર (25 મે)ના મોડી રાત્રે પોતાના ઈન્દોર સ્થિત ઘરે આત્મહત્યા કરી હતી. હવે, તેની સુસાઈડ નોટના કેટલાંક અંશો મીડિયામાં વાયરલ થયા છે. આ સુસાઈડ નોટમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તૂટેલાં સપનાઓએ તેનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો છે. રિપોર્ટ્સના મતે, સુસાઈડ નોટના આ અંશો ઈન્દોરના હીરા નગર પોલીસ સ્ટેશના પોલીસ ઈન્સ્પેક્ટર રાજીવ ભદૌરિયાએ શૅર કર્યાં છે.

‘હું મારા તૂટેલાં સપનાઓના સાથે જીવી શકું નહીં’
સુસાઈડ નોટમાં 25 વર્ષીય પ્રેક્ષાએ લખ્યું હતું, ‘મારા તૂટેલાં સપનાઓએ મારો આત્મવિશ્વાસનો દમ તોડી નાખ્યો. હું મરેલાં સપનાઓ સાથે જીવી શકું નહીં. આ નેટેટિવિટી સાથે રહેવું મુશ્કેલ છે. ગયા વર્ષથી મેં ઘણો જ પ્રયાસ કર્યો. હવે, હું થાકી ગઈ છું.’ પ્રેક્ષાએ પોતાના મોત પાછળ કોઈને પણ જવાબદાર ગણાવ્યા નથી.

કઝિને એક રાત પહેલાંની વાત શૅર કરી
પ્રેક્ષાના કઝિને એક વાતચીતમાં આત્મહત્યા પહેલાંની એક રાત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રેક્ષા નાનપણથી વાઈબ્રન્ટ યુવતી હતી. જોકે, હાલમાં તે ઘણી જ શાંત રહેતી હતી. કઝિને જણાવ્યું, ‘ગઈ રાત્રે પરિવાર પત્તા રમતો હતો પરંતુ પ્રેક્ષા એકલી શાંત સીડીઓ પર બેઠી હતી. મારી કાકી (પ્રેક્ષાની માતા)એ પૂછ્યું હતું કે તે ઠીક તો છે ને? તો તેણે હા પાડી હતી.’

રાત્રે 10 વાગે પ્રેક્ષા પોતાના રૂમમાં ગઈ હતી
કઝિને આગળ કહ્યું, ‘અંદાજે 10 વાગે પ્રેક્ષા ટેરેસ પર આવેલા પોતાના રૂમમાં જતી હી હતી અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પોસ્ટ કર્યો હતો. (મેસેજ હતો, સબસે બુરા હોતા હૈં સપનોં કા મર જાના...) બીજા દિવસે સવારે કાકી યોગ કરવા માટે તેને બોલાવવા માટે તેમના રૂમમાં ગયા તો રૂમ અંદરથી બંધ હતો. અન્ય લોકોની મદદથી દરવાજો ખોલ્યો તો પ્રેક્ષા પંખા સાથે લટકતી હાલતમાં હતી’

એન્ટરટેઈન્મેન્ટ વર્લ્ડમાં જનારી પરિવારની પહેલી સભ્ય હતી
રિપોર્ટ્સના મતે, પ્રેક્ષા એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જનારી ઘરની પહેલી સભ્ય હતી. તેના કઝિને કહ્યું હતું, ‘તે ઘણી જ મહેનતી હતી અને તેણે પોતાનું સપનું જાતે પસંદ કર્યું હતું. આથી જ તેને પોતાની જાત પ્રત્યે ઘણી જ ઊંચી આશા હતી.’ કહેવાય છે કે પ્રેક્ષા લૉકડાઉનને કારણે મુંબઈથી ઈન્દોર આવી હતી. છેલ્લાં એક વર્ષથી કામ ના મળવાને કારણે ડિપ્રેશનમાં હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Crime Patrol' Fame Actress preksha mehta Suicide Note Viral


from Divya Bhaskar https://ift.tt/3dciwji
https://ift.tt/2X2sMom

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...