Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/5_1590572616.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/5_1590572616.jpg. Show all posts

Wednesday, May 27, 2020

ટ્વિટર પર ‘બોયકોટ પાતાલ લોક’ હેશટેગ ટ્રેન્ડમાં, અનુષ્કા શર્માની સીરિઝ હિંદુ વિરોધી હોવાનો આક્ષેપ

અનુષ્કા શર્માની ‘પાતાલ લોક’ વેબ સીરિઝ 15 મેના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સીરિઝને સારા રિવ્યૂ મળ્યાં હતાં. જોકે, હવે આ સીરિઝને લઈ વિવાદ વધતો જાય છે. સીરિઝના ઘણાં સીન પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સીરિઝ પર કેસ પણ કરવામાં આવ્યો છે. હવે, ટ્વિટર પર અનુષ્કા શર્માની આ સીરિઝને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

‘બોયકોટ પાતાલ લોક’ હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ

આ લખાઈ રહ્યું છે ત્યારે ટ્વિટર ટ્રેન્ડમાં ‘બોયકોટ પાતાલ લોક’ હેશટેગ પાંચમા સ્થાને ટ્રેન્ડ કરી રહ્યું હતું. અનુષ્કા શર્માને પણ ટ્રોલ કરવામાં આવી હતી. શો પર સામાજિક શાંતિ ડહોળવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસની ઈમેજ ખરાબ કરવાનો, હિંદુ વિરોધી, બ્રાહ્મણ વિરોધી હોવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આ સીરિઝના બહાના હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર સેન્સરશિપ લાદવાની તથા વેબ સીરિઝના કન્ટેન્ટને રેગ્યુલેટ કરવાની માગ કરવામાં આવી હતી. આ જ કારણે એમેઝોન પ્રાઈમની સાથે સાથે નેટફ્લિક્સને પણ આડે હાથ લેવામાં આવ્યું હતું.

‘પાતાલ લોક’ને લઈ કેમ વિરોધ?
‘પાતાલ લોક’ને લઈ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ત્યાગી, ગુર્જર સમાજની ઈમેજ ખોટી બતાવવામાં આવી છે. હિંદુઓને મુસ્લિમોનું મોબ લિંચિંગ કરતા બતાવવામાં આવ્યા છે. હિંદુ દેવી-દેવતાઓના મંદિર તથા આશ્રમમાં નોનવેજ ખાતા બતાવવામાં આવ્યા છે. મુસ્લિમ કેરેક્ટરને સીધા તથા સાચા બતાવ્યા છે. સીરિઝમાં સીબીઆઈને પણ ખોટી રીતે દર્શાવવામાં આવી છે.

વકીલે અનુષ્કા શર્માને નોટિસ મોકલી હતી
આ પહેલાં લોયર ગિલ્ડ મેમ્બરના સભ્ય તથા વકીલ વીરેન સિંહ ગુરુંગે પ્રોડ્યૂસર અનુષ્કા શર્માને નોટિસ ફટકારી હતી. તેમણે કહ્યું હતું કે સીરિઝમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શબ્દથી ગોરખા સમુદાયનું અપમાન થયું છે. ગોરખા સમુદાયની માફી તથા સીરિઝમાં ડિસ્ક્લેમરની માગણી કરવામાં આવી હતી.

ભાજપના ધારાસભ્યે પોલીસ ફરિયાદ કરી
ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે વેબ સીરિઝને લઈ પોલીસ સ્ટેશનમાં અનુષ્કા શર્મા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે શોમાં તેમની પરવાનગી વગર તેમની તસવીરનો ઉપયોગ વોન્ટેડ માફિયાની સાથે કરવામાં આવ્યો છે. તેમણે અનુષ્કા પર નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી છે. આટલું જ નહીં નંદ કિશોરે કહ્યું હતું કે વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને ડિવોર્સ આપે. તેમણે કહ્યું હતું કે વિરાટ દેશભક્ત છે અને તે દેશ માટે રમે છે અને તેણે અનુષ્કાને ડિવોર્સ આપી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ‘પાતાલ લોક’ને સુદીપ શર્માએ ડિરેક્ટ કરી છે. આ શોમાં જયદીપ અહલાવત, નીરજ કાબી, અભિષેક બેનર્જી, ગુલ પનાગ મહત્ત્વના રોલમાં છે. સીરિઝને ચાહકો તથા સેલેબ્સે વખાણી હતી. આ વિવાદ પર હજી સુધી અનુષ્કા શર્માએ કોઈ નિવેદન આપ્યું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Why is Anushka Sharma's web series 'Paatal Lok' being protested on Twitter?


from Divya Bhaskar https://ift.tt/2ZGeuM4
https://ift.tt/3d7H4tE

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...