Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/8_1590586474.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/8_1590586474.jpg. Show all posts

Wednesday, May 27, 2020

કોરોના સામે જંગ જીત્યા બાદ ઝોયા મોરાનીએ બીજીવાર પ્લાઝ્મા ડોનેટ કર્યાં, કહ્યું- ગઈ વખતે કોરોના પેશન્ટનો જીવ બચ્યો હતો

કોરોનાવાઈરસ સામે જંગ જીતનાર ઝોયા મોરાની હવે પ્લાઝ્મા ડોનેટ કરીને અન્ય પેશન્ટ્સને મદદ કરી રહી છે. હાલમાં જ ઝોયાએ બીજીવાર હોસ્પિટલમાં પ્લાઝ્મા ડોનેટ કર્યાં હતાં. ઝોયાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

પ્લાઝ્મા ડોનેશનનની તસવીર શૅર કરીને ઝોયાએ કહ્યું હતું, ‘પ્લાઝ્મા ડોનેશનનો સેકન્ડ રાઉન્ડ. ગઈ વખતે આનાથી આઈસીયુમાં દાખલ એક પેશન્ટને મદદ મળી હતી. ડોક્ટરે મને એક નોટ આપી હતી, જેમાં લખ્યું હતું- ‘આશા છે કે તમામ કોવિડ પેશન્ટ ઠીક થઈને પ્લાઝ્મા ડોનેટ કરવા આગળ આવે, કારણ કે આનાથી કોઈ અન્યનો જીવ બચી શકે છે.’

ઝોયાનો સાત એપ્રિલના રોજ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેણે કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. તેની બહેન તથા તેના પિતા પણ કોરોના પોઝિટિવ હતાં. આ બંનેએ નાણાવટી હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ કરાવી હતી.

મોરાની પરિવારમાં સૌ પહેલાં ઝોયાની બહેન શાઝા કોરોનાનો ભોગ બની હતી. તે માર્ચમાં શ્રીલંકા ગઈ હતી. ત્યારબાદ ઝોયાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે રાજસ્થાનથી મુંબઈ પરત ફરી હતી. બંને બહેનો બાદ કરીમ મોરાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ તથા ‘રા.વન’ જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Zoya Morani donates plasma for second time after winning battle with Corona


from Divya Bhaskar https://ift.tt/2B4WsIZ
https://ift.tt/2Xz19SZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...