Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/we-are-one-youtube-film-festival_1590578482.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/27/we-are-one-youtube-film-festival_1590578482.jpg. Show all posts

Wednesday, May 27, 2020

29 મેથી યુટ્યુબ પર નિહાળો ‘વી આર વન’ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ, વિદ્યા બાલનની ‘નટખટ’ સહિત ચાર ભારતીય ફિલ્મો પણ દર્શવાશે

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાઈરસના રોગચાળાને કારણે મે મહિનામાં ફ્રાન્સમાં યોજાતો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ રદ થયો છે. હવે સપ્ટેમ્બરમાં યોજાતા ‘વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ’ અને ‘ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ’ પર પણ અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. ત્યારે વિશ્વના ખ્યાતનામ 21 ફિલ્મ ફેસ્ટિવલ્સ દ્વારા પસંદ થયેલી ફિલ્મોનો એક ઓનલાઈન ફિલ્મ ફેસ્ટિવલ આગામી 29 મેથી દસ દિવસ માટે શરૂ થઈ રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલની મજા એ છે કે તેમાં તમામ ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, ચર્ચાઓ વગેરે બધું જ યુટ્યૂબ પર તદ્દન મફતમાં નિહાળી શકાશે. દર્શકોએ માત્ર http://www.youtube.com/weareone પર જ જવાનું રહેશે.

દરઅસલ, હૉલિવૂડના દિગ્ગજ અભિનેતા રૉબર્ટ ડી નિરોએ સ્થાપેલી અમેરિકાની‘ટ્રિબેકા એન્ટરપ્રાઈઝીસ’ અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ‘યુટ્યૂબ’એ સાથે મળીને આ વર્ચ્યુઅલ ઑનલાઈન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ફેસ્ટિવલમાં પેશ થનારી ફિલ્મો વિશ્વના 21 ખ્યાતનામ ફિલ્મ ફેસ્ટિવલોએ પસંદ કરી આપી છે, જેમાં બર્લિન, ટોરોન્ટો, સનડાન્સ, લોકાર્નો, ટોક્યો, સિડની અને મુંબઈમાં યોજાતા ‘MAMI’ સહિતનાં ફિલ્મ ફેસ્ટિવલ્સનો સમાવેશ થાય છે. આ ફેસ્ટિવલ્સની જ્યુરીએ 35 દેશોની 100થી પણ વધુ નવી, જૂની ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, શોર્ટ ફિલ્મો અને યાદગાર ઈન્ટરવ્યૂઝ તથા માસ્ટર ક્લાસ પસંદ કરીને આપ્યાં છે. તેમાં ઘણી ફિલ્મો VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમ માટે પણ હશે.

‘વી આર વન’ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાર ભારતીય ફિલ્મો પણ દર્શાવાશે, જેનું ચયન ‘MAMI’ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા કરાયું છે.

આ ફેસ્ટિવલમાં ભારતની ચાર ફિલ્મો પ્રદર્શિત થશે. તેમાં વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ‘નટખટ’ (2 જૂન, 4-30 વાગ્યે), વિક્રમાદિત્ય મોટવાણેએ પ્રોડ્યુસ કરેલી શોર્ટ ફિલ્મ ‘અવેક’ (7 જૂન, 4-30 વાગ્યે),દિલ્હીમાં વાનરોના ત્રાસ પર બનેલી અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરેલી ફીચર ફિલ્મ ‘એબ આલે ઊ’ (30મે, 4-30 વાગ્યે) અને અન્ય એક ભારતીય ફીચર ફિલ્મ ‘નાસિર’ (6 જૂન, સાંજે 7 વાગ્યે) પણ પ્રદર્શિત થશે.

આ ફિલ્મ ફેસ્ટિવલનું સંપૂર્ણ શિડ્યુલ અને પસંદ થયેલી ફિલ્મો માટે https://ift.tt/3d8x1o6 પર જઈ શકો છો. આમ તો આ સંપૂર્ણ ફેસ્ટિવલ સમગ્ર વિશ્વના સિનેરસિયાઓ માટે તદ્દન ફ્રી છે, પણ યુઝર્સને ‘WHO’ના કોરોના સામેના ફંડમાં દાન આપવા માટે આગ્રહ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Watch 'We Are One' Global Film Festival on YouTube from May 29, four Indian films including Vidya Balan's 'Natkhat' will also be screened


from Divya Bhaskar https://ift.tt/2ZHBnys
https://ift.tt/36DMcmH

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...