Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/5_1590665007.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/5_1590665007.jpg. Show all posts

Thursday, May 28, 2020

ટી સીરિઝના ‘હનુમાન ચાલીસા’નો યુ ટ્યૂબ પર રેકોર્ડ, એક અબજથી વધુ વાર વીડિયો જોવાયો

સ્વ. ગુલશન કુમારને ભક્તિ સંગીત માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની કંપની ટી-સીરિઝ હેઠળ આ ભક્તિ સંગીતના વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. તેમના નિધન બાદ દીકરા ભૂષણ કુમારે પિતાની પરંપરાને ચાલુ રાખી છે. હાલમાં જ ટી સીરિઝના હનુમાન ચાલીસાના વીડિયોને એક અબજથી વધુ વ્યૂઝ યુ ટ્યૂબ પર મળ્યાં છે. ભૂષણ કુમારે આ અંગે ટ્વીટ પણ કરી હતી.

ટ્વીટમાં શું કહ્યું?
ભૂષણ કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, ટી સીરિઝ પરિવાર માટે આજે આનંદનો સમ છે. આપણાં હનુમાન ચાલીસા વીડિયોને યૂ ટ્યૂબ પર 1 બિલિયન (એક અબજ)થી વધુ વ્યૂઝ મેળવનાર પહેલો ભક્તિ વીડિયો બની ગયો છે. ડેડી, તમારા આશીર્વાદ આ જ રીતે અમારી સાથે રહેશે અને આવા અનેક માઈલસ્ટોન મેળવવામા અમાર મદદ કરશે.

2011માં અપલોડ કરવામાં આવ્યો હતો
હનુમાન ચાલીસાનો આ વીડિયો વર્ષ 2011માં 10 મેના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સ્વ. ગુલશન કુમાર જોવા મળે છે. સિંગર હરિહરણે હનુમાન ચાલીસા ગાયા છે. લલિત સેન તથા ચંદરે મ્યૂઝિક આપ્યું છે. ઓરિજિનલી હનુમાન ચાલીસાની રચના તુલસીદાસે કરી હતી. આ વીડિયો ટી સીરિઝની ભક્તિ સાગર ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોનું પૂરું નામ ‘હનુમાન ચાલીસા - હનુમાન અષ્ટક’ છે. ઉલ્લેખનીય છે કે યુ ટ્યૂબ પર ટી સીરિઝને 140 મિલિનયથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જ્યારે ભક્તિ સાગર ચેનલને 29.3 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. ઉલ્લેખનીય છે કે ટી સીરિઝનું આ બીજું ગીત છે, જેને એક અબજથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પહેલાં પંજાબી ગીત ‘લૉગ લાચી’ને એક અબજથી વધુ વ્યૂ મળ્યાં હતાં. આ ગીત વર્ષ 2018માં 21 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યું હતું. આ ગીતને પંજાબી સિંગર મન્નત નૂરે ગાયું હતું.

ભારતમાં સૌથી વધુ જોવાયેલા ટોપ 10 યુ ટ્યૂબ મ્યૂઝિક વીડિયો

નંબર

ગીતનું નામ વ્યૂઝ (અબજમાં) ભાષા
1 ફોનિક્સ સોંગ વિથ ટૂ વર્ડ્સ 2.57 અંગ્રેજી
2 જ્હોની જ્હોની યસ પાપા 1.74 અંગ્રેજી
3 હમ્પ્ટી ટ્રેન ઔર ઉસકે ફલ 1.60 હિંદી
4 લકડી કી કાઠી 1.25 હિંદી
5 સરપ્રાઈઝ એગ્સ (નર્સરી રાઈમ્સ) 1.13 અંગ્રેજી
6 લૉગ લાચી 1.08 પંજાબી
7 ચલ ચલ ગુર્રમ 1 તેલુગુ
8 હનુમાન ચાલીસા 1 હિંદી-સંસ્કૃત
9 નાની તેરી મોરની કે મોર લે ગયે 0.98 હિંદી
10 ફિંગર ફેમિલી સોંગ 0.93 અંગ્રેજી


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
T-series 'Hanuman Chalisa' recorded on YouTube, viewed more than a billion times


from Divya Bhaskar https://ift.tt/3etiCTO
https://ift.tt/3epcLic

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...