Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/hum-tum1590587073_1590675126.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/28/hum-tum1590587073_1590675126.jpg. Show all posts

Thursday, May 28, 2020

સેટ પર કુણાલ કોહલી સાથે સૈફ અલી ખાન ઝઘડવા લાગ્યો હતો, રિશી કપૂરે બંનેને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો

2004માં રિલીઝ થયેલ ફિલ્મ હમ તુમને આજે 28 મેના રોજ 16 વર્ષ પૂરા થયા છે. રાની મુખર્જી, સૈફ અલી ખાન અને રિશી કપૂર સ્ટારર આ ફિલ્મને દર્શકોએ વધાવી લીધી હતી. 16 વર્ષ પૂરા થવા પર ફિલ્મના ડિરેક્ટર કુણાલ કોહલીએ ફિલ્મ સાથે જોડાયેલ અમુક રસપ્રદ વાતો શેર કરી છે.

રિશી કપૂરે ના પાડી હતી
જ્યારે હું રિશી કપૂર પાસે આ ફિલ્મ લઈને ગયો ત્યારે તેમણે એવું કહીને ના પાડી દીધી કે આમાં મારા માત્ર 7 સીન છે અને તેઓ મોટી ફિલ્મ્સ કરવા ઈચ્છે છે માત્ર 7 સીનવાળી નહીં. પરંતુ મેં તેમને દરેક સીન જ્યારે વાંચી સંભળાવ્યા ત્યારે તેમને સ્ક્રિપ્ટ ગમી અને તેમણે આ ફિલ્મ સ્વીકારી લીધી.

જ્યારે સૈફ સાથે ઝઘડો થઇ ગયો હતો
સેટ પર હમ તુમ મારા કરિયરની બીજી ફિલ્મ હતી જ્યારે પહેલી ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. હમ તુમના શૂટિંગ દરમ્યાન મારો સેટ પર સૈફ સાથે ઝઘડો થયો હતો. ત્યારે રિશી કપૂર ત્યાં હાજર હતા અને તેઓ અમને બંનેને ખિજાયા અને કહ્યું મોટાની જેમ વર્તન કરો બાળકની જેમ લડો નહીં. પછી મેં સૈફને જઈને સમજાવ્યું કે આ ફિલ્મ આપણા બંનેના કરિયર માટે મહત્ત્વની છે, ત્યારે સૈફની પણ અમુક ફ્લોપ ફિલ્મ્સ હતી. ત્યારે સૈફે પરિસ્થિતિ સમજી અને અમે મિત્રતા કરી લીધી અને પછી ક્યારેય મોટો ઝઘડો ન કર્યો.

એનિમેશન યુઝ કરવા માટે લોકોએ વિરોધ કર્યો હતો
આજેપણ હિન્દી ફિલ્મોમાં વધુ એનિમેશન યુઝ કરવામાં આવતા નથી તો 16 વર્ષ પહેલાં એનિમેશનનો ઉપયોગ કરવો એક મોટું પગલું હતું. ત્યારે યશરાજના પણ ઘણા લોકોએ મને કહ્યું હતું કે મારે ફિલ્મમાંથી એનિમેશન હટાવી દેવા જોઈએ અને આનાથી ફિલ્મમાં કોઈ ફેરફાર નહીં થાય. એનિમેશનનું ટોટલ બજેટ પચાસ લાખ રૂપિયા હતું અને મને કહેવામાં આવ્યું હતું કે આટલામાં તો હું એક સોન્ગ શૂટ કરી શકું છું, પરંતુ હું ઈચ્છતો હતો કે હમ તુમના એનિમેશનને સૈફ એક કાર્ટૂનિસ્ટની જેમ દેખાડે અને ફિલ્મ રિલીઝ થયા બાદ બધા લોકોને મારો આ વિચાર ગમ્યો હતો.

રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો
તે સમયે રાની મુખર્જીએ ઘણી સુપરહિટ ફિલ્મ્સ કરી ચુકી હતી તેમ છતાં તે સેટ પર ઘણી કોઓપરેટિવ હતી. અમે ઘણા પ્રેશરમાં હતા કારણકે ફિલ્મ ઘણા નાના બજેટમાં બની રહી હતી. મને યાદ છે કે આ પહેલી ફિલ્મ હતી જેને રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ અપાવ્યો હતો. હું આજેપણ માનું છું કે હમ તુમ ફિલ્મે હિન્દી સિનેમામાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવા અંગે બદલાવ લાવ્યો છે અને ફિલ્મ સફળ થયા બાદ જ લોકો રોમેન્ટિક કોમેડી બનાવવા પ્રયત્ન કરવા લાગ્યા. જો હમ તુમ ન હોત તો કદાચ જબ વી મેટ પણ ન હોત અને ઘણી રોમેન્ટિક કોમેડી ફિલ્મ્સ આવી અને ગઈ પણ આ પ્રથાની શરૂઆત હમ તુમ ફિલ્મે કરી હતી.

પહેલી ચોઈસ સૈફ ન હતો
જ્યારે સ્ક્રિપ્ટ ખતમ થઇ ત્યારે મેં રાની મુખર્જીને આ ફિલ્મ માટે પસંદ કરી લીધી હતી. આ ફિલ્મ પહેલા રિતિક રોશન, આમિર ખાન અને વિવેક ઓબેરોયને સંભળાવવામાં આવી હતી પણ જ્યારે તેમણે ના પાડી ત્યારે સૈફ અલી ખાનને આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. મને લાગે છે કે જો સૈફ હમ તુમ ફિલ્મમાં ન હોત તો કદાચ ફિલ્મ બની જ ન હોત.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saif Ali Khan and Director kunal kohli gets into a fight on set of hum tum film, rishi kapoor sorted out matter


from Divya Bhaskar https://ift.tt/2TQr4Vk
https://ift.tt/2M5y3W1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...