Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/29-5-3_1590753729.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/29-5-3_1590753729.jpg. Show all posts

Friday, May 29, 2020

અમ્ફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત પશ્ચિમ બંગાળને શાહરુખ ખાનની મદદ, 5000 ઝાડ ઉગાડવાની સાથે અન્ય મદદ જાહેર કરી

શાહરુખ ખાન અમ્ફાન વાવાઝોડાથી અસર પામેલ રાજ્ય પશ્ચિમ બંગાળની મદદ માટે આગળ આવ્યો છે. તેની IPL ફ્રેન્ચાઇઝી કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) અને મીર ફાઉન્ડેશન મારફતે તે સહાય કરી રહ્યો છે. તેણે 5000 ઝાડ ઉગાડવાની સાથે અન્ય મદદની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળ સીએમ રિલીફ ફંડમાં યોગદાન

KKR સહાયતા વાહન અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને જરૂરી રેશન અને હાઇજીનની વસ્તુઓ પૂરી પાડશે

એસિડ સ્ટેક સર્વાઇવર્સને ફરીથી તેમના ઘર બનાવવામાં મદદ કરશે

KKR પ્લાન્ટ A 6 પહેલ અંતર્ગત 5000 ઝાડ ઉગાડવાની પ્રતિજ્ઞા

કોલકત્તા સાથે કનેક્શન
શાહરૂખે શેર કરેલ પોસ્ટમાં લખ્યું હતું કે, મારા માટે કોલકત્તા એક શહેરથી પણ વધુ છે, તે એક ભાવ છે. મેં ત્યાં દોસ્તી જોઈ છે, મને ત્યાં પ્રેમ, ખુશી મળી છે. પણ તે બધાથી ઉપર મને ત્યાં યુનિટી અને ટીમવર્કનું મહત્ત્વ સમજાયું છે. મને લાગે છે કે મારી કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથેની જર્ની જીવનના અનેક પહેલુંને સમજાવે છે. ઈડન ગાર્ડનમાં સારા અને ખરાબ દિવસો બંને હતા, પણ દિવસને અંતે અમે બધા સ્ટેડિયમમાં સાથે મળીને કોરબો લોરબો જીતબોની આશા સાથે ઊભા રહેતા. આજે જ્યારે આ કઠિન પરિસ્થિતિ આવી છે ત્યારે મારા અનુભવોએ મને શીખવ્યું છે કે સાથે મળીને રહેવાથી તાકાત મળે છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ અમ્ફાનથી અસરગ્રસ્ત પામેલ લોકોની મદદ માટે તૈયાર છે. આ સ્થિતિમાં સાથે મળીને બહાર નીકળવાનું છે.

કોરોના મહામારી સામે લડવા માટે મદદ
શાહરુખ અને તેની કંપનીઓ પહેલેથી જ દેશની કોરોના સામેની લડાઈમાં સરકાર અને લોકોની મદદ કરવામાં લાગ્યા છે. તેણે પીએમ રિલીફ ફંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સીએમ રિલીફ ફંડમાં યોગદાન આપ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રના મેડિકલ સ્ટાફ માટે 25 હાજર PPE કિટ્સ આપી છે. ઉપરાંત તેની ઓફિસ બીએમસીને ક્વોરન્ટીન ફેસેલિટી તરીકે યુઝ કરવા આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shah Rukh Khan To Help ‘Amphan’ Affected Bengal With Donations, Tree Saplings


from Divya Bhaskar https://ift.tt/2XdbCED
https://ift.tt/2XdhPjZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...