Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/3_1590742862.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/3_1590742862.jpg. Show all posts

Friday, May 29, 2020

લીક થયેલી નોટિસમાં 30 કરોડ ખાધા-ખોરાકીના તથા ચાર BHK ફ્લેટની માગણી, નવાઝની પત્નીએ કહ્યું, આ બધું ખોટું છે

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા એટલે કે અંજના કિશોર પાંડેએ એક્ટરની પીઆર ટીમ પર ડિવોર્સની લીગલ નોટિસ લીક કરવાનો આક્ષેપ મૂક્યો છે. જોકે, અંજનાએ આ નોટિસને ખોટી ગણાવી હતી. આટલું જ નહીં અંજનાએ પૂરી નોટિસ જાહેર કરવાની વાત કરી હતી. મીડિયામાં લીક થયેલી નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે અંજનાએ નવાઝ પાસેથી ખાધા-ખોરાકીના 30 કરોડ રૂપિયા તથા ચાર BHK (બેડરૂમ, હોલ, કિચન) ફ્લેટની માગણી કરી છે. આ સાથે જ બંને બાળકો માટે 20 કરોડની બે ફિક્સ ડિપોઝિટ પણ માગી છે.

અંજનાએ નોટિસને પીઆર સ્ટન્ટ ગણાવ્યો
અંજનાએ ગુરુવાર (28 મે) રાત્રે આ અંગે એક પછી એક એમ ચાર ટ્વીટ કરી હતી. તેણે ટ્વીટમાં આ નોટિસને પીઆર ટીમનો સ્ટન્ટ ગણાવ્યો હતો. તેણે પહેલી ટ્વીટમાં કહ્યું હતું, ‘મને મીડિયા ફોન કરે છે અને માહિતી માટે સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. જર્નિલસ્ટ્સ મહેરબાની કરીને ધ્યાન આપો કે હું 10 વર્ષ સુધી નવાઝની પબ્લિક ઈમેજ તથા નામ બચાવવા માટે ચૂપ રહી હતી. હવે, નવાઝ મને મજબૂર નહીં કરે ત્યાં સુધી જ હું ચૂપ રહીશ.’

બીજી ટ્વીટમાં અંજનાએ કહ્યું હતું, ‘તમામ લોકો ધ્યાન આપે. જ્યાં સુધી હું કોઈ દાવા કે આક્ષેપનો મારા ટ્વિટર હેન્ડલ પરથી સ્વીકાર કે અસ્વીકાર નથી કરતી ત્યાં સુધી કોઈ પણ મીડિયામાં કરવામાં આવેલા દાવા કે આક્ષેપને સાચો માનવો નહીં.’

અંજના મતે, તેના વકીલની પાસે નોટિસને લઈ ફોન આવી રહ્યાં છે. ત્રીજી ટ્વીટમાં કહ્યું હતું, ‘મારા વકીલની પાસે મીડિયા હાઉસમાંથી કોલ આવી રહ્યાં છે, આ કોલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે નોટિસની નકલ છે. વેરિફિકેશન બાદ એમ લાગે છે કે તે નકલ સાચી નથી.’

અંતિમ ટ્વીટમાં અંજનાએ કહ્યું હતું, ‘સ્પષ્ટ રીતે આ તદ્દન ખોટી નોટિસને મીડિયા હાઉસમાં સર્ક્યુલેટ કરવામાં આવી રહી છે. આ માત્ર પીઆર એક્સરસાઈઝનો એક ભાગ છે. આથી તમામ મીડિયા હાઉસ તથા પત્રકારોને મારો અનુરોધ છે કે આવી ખોટી નોટિસના કોઈ પણ હિસ્સાનો ઉપયોગ કરીને કે પછી મારા અંગે કોઈ પણ સ્ટોરી બનાવવી નહીં.’

અંજનાએ સિદ્દીકી પરિવાર પર શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ મૂક્યો છે
નવાઝને બેવાર ડિવોર્સ નોટિસ મોકલનાર અંજનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘નવાઝે ક્યારેય મારી પર હાથ ઉપાડ્યો નથી પરંતુ તેમની સાથેની દલીલો તથા જે રીતે તેઓ મારી પર બૂમો પાડે છે, તે હવે સહન થઈ શકે તેમ નથી. તેમના પરિવારે મને માનસિક તથા શારીરિક રીતે બહુ જ હેરાન કરી હતી. તેમના ભાઈએ તો મને માર પણ માર્યો હતો.’

લગ્નના એક વર્ષ બાદ જ મુશ્કેલી આવવા લાગી હતી
અંજનાએ દાવો કર્યો હતો કે લગ્નના એક વર્ષ પછી જ તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી. જોકે, તેણે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અંજનાના મતે, નવાઝે હંમેશાં તેને એ જ ફીલ કરાવ્યું કે તે કંઈ પણ કરી શકે તેમ નથી. નવાઝ તેને અન્ય લોકો સામે બોલવા પણ દેતાં નહીં. ઉલ્લેખનીય છે કે નવાઝના આ બીજા લગ્ન છે. નવાઝ તથા અંજનાએ વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં.

નવાઝને બાળકોની ચિંતા નથી
અંજનાએ એ પણ આક્ષેપ મૂક્યો હતો કે નવાઝને પોતાના બાળકોની ચિંતા નથી. તેણે કહ્યું હતું, ‘બાળકોને એ પણ યાદ નથી કે તેઓ પિતાને છેલ્લીવાર ક્યારે મળ્યાં હતાં. ત્રણ-ચાર મહિનાથી તેમણે બાળકો સાથે મુલાકાત કરી નથી. જોકે, તેમને આનાથી કોઈ ફેર પડતો નથી. આથી બાળકોને પણ પિતા વગર રહેવાની આદત પડી ગઈ છે. તેઓ પિતા અંગે કંઈ પૂછતા પણ નથી.’

ઉલ્લેખનીય છે કે નવાઝને પહેલી નોટિસ સાત મે તથા બીજી નોટિસ 13 મેના રોજ મોકલવામાં આવી હતી. જોકે, એક્ટરને હજી સુધી ડિવોર્સને લઈ કોઈ વાત કરી નથી. અંજના બંને બાળકો સાથે જબલપુરમાં છે. અહીંયા તેને પેરેન્ટ્સ રહે છે, જ્યારે નવાઝ પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
actor Nawazuddin Siddiqui's Wife Aaliya aka anjana kishore pandey lashes out at him for LEAKING a fake copy of the legal notice


from Divya Bhaskar https://ift.tt/2XbAoF5
https://ift.tt/36HptX0

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...