Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/5_1590750956.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/5_1590750956.jpg. Show all posts

Friday, May 29, 2020

અક્ષય ‘પેડમેન’ના વખાણમાં પત્નીનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યો, ગુસ્સે ભરાયેલી પત્નીએ ધમકી આપી તો બોલ્યો, ‘પ્લીઝ મારા પેટ પર લાત ના મારીશ’

28 મેના રોજ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે પર અક્ષય કુમારે બે વર્ષ પહેલાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ‘પેડમેન’ને યાદ કરી હતી. આ ફિલ્મ મેન્સ્ટ્રુઅલ હાઈજીનના વિષય પર આધારિત હતી. આ પ્રસંગે ફિલ્મને લઈ અક્ષય કુમારે એક ટ્વીટ કરી હતી. જોકે, આ ટ્વીટમાં અક્ષય કુમારથી એક ભૂલ થઈ ગઈ હતી. આ જ કારણથી તેણે પત્નીની માફી માગવી હતી.

અક્ષયે આ ભૂલ કરી
અક્ષયે ટ્વીટ કરી હતી, ‘પેડમેન’ રિલીઝને બે વર્ષ થઈ ચૂક્યા છે. હું ખુશ છું કે આ ફિલ્મ દ્વારા અમે એક ગંભીર સબ્જેક્ટને તમામની સામે લાવી શક્યા. મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેના પ્રસંગે આશા છે કે અમે માસિકધર્મની માન્યતાઓને તોડી શક્યા. આ ટ્વીટમાં અક્ષય કુમારે સોનમ કપૂર તથા રાધિકા આપ્ટેને ટેગ કર્યાં હતાં. જોકે, ફિલ્મની પ્રોડ્યૂસર ટ્વિંકલ ખન્નાને ટેગ કરવાનું ભૂલી ગયો હતો.’

ટ્વિંકલ ખન્ના ગુસ્સે થઈ
અક્ષયે પોતાની ટ્વીટમાં ટ્વિંકલ ખન્નાને ટેગ ના કરી હોવાથી તે ગુસ્સે થઈ ગઈ હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું ‘નક્કી, તું મારી આગામી ફિલ્મમાં કામ નહીં કરે.’

અક્ષય કુમારે તરત જ માફી માગી
આ ટ્વીટ પર અક્ષય કુમારે માફી માગતા કહ્યું હતું, ‘પ્લીઝ, મારા પેટ પર લાત ના મારો.’ આ સાથે જ અક્ષયે હાથ જોડવાની ઈમોજી શૅર કરી હતી. આગળ અક્ષયે લખ્યું હતું, ‘હું ટીમને ટેગ કરવાનું ભૂલી ગયો. પ્રોડ્યૂસર ટ્વિંકલ ખન્ના, ડિરેક્ટર આર બાલ્કી તથા અરૂણાચલમ મુરુગનાથમ વગર ‘પેડમેન’ બનવી શક્ય જ નહોતી.’

ટ્વિંકલ ખન્નાની આ પહેલી ફિલ્મ હતી
ટ્વિંકલ ખન્નાની પ્રોડ્યૂસર તરીકેની આ પહેલી ફિલ્મ હતી. તેણે પોતાના પ્રોડક્શન હાઉસ મિસિસ ફનીબોન્સ હેઠળ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી, 2018ના રોજ રિલીઝ થઈ હતી. 2019માં આ ફિલ્મને સામાજિક મુદ્દે બનેલી બેસ્ટ ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actor Akshay Kumar apologises to Twinkle Khanna, says ‘mere pet pe laat mat maro’


from Divya Bhaskar https://ift.tt/2Xd0Qyl
https://ift.tt/2MdIFC4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...