Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/6_1590754427.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/29/6_1590754427.jpg. Show all posts

Friday, May 29, 2020

નીતુ સિંહ દીકરી માટે હેર સ્ટાઈલિસ્ટ બન્યાં, હેરકટની તસવીર શૅર કરીને રિદ્ધિમાએ કહ્યું, ‘થેંક્યૂ’

પિતા રિશી કપૂરના નિધનના બે દિવસ બાદથી રિદ્ધિમા મુંબઈમાં પોતાની માતા નીતુ સિંહ પાસે છે. તે પિતાની જૂની તસવીરો શૅર કરે છે. આ ઉપરાંત માતા સાથે ગેમ પણ રમે છે. હાલમાં જ રિદ્ધિમાએ નવા હેરકટ કરાવ્યા હતાં. રિદ્ધિમાને નીતુ સિંહે વાળ કાપી આપ્યાં હતાં.

સોશિયલ મીડિયામાં લુક શૅર કર્યો
રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાનો નવો લુક શૅર કર્યો હતો. રિદ્ધિમા ટ્રેન્ડ શોર્ટ બોબ હેરકટમાં જોવા મળી હતી. તેણે તસવીર સાથે લખ્યું હતું, ‘જ્યારે તમારી માતા હેરકટમાં પ્રો (માહિર) હોય. સુપર મોમ.’ બીજી તસવીરમાં રિદ્ધિમાએ કહ્યું હતું, ‘આભાર, મોમ.’

પિતાની મનપસંદ રમત રમતી જોવા મળી
આ પહેલાં રિદ્ધિમા પિતાની મનપસંદ સ્ક્રેબલ બોર્ડ ગેમની તસવીર શૅર કરતાં કહ્યું હતું કે ન્યૂ યોર્કમાં સારવાર દરમિયાન તેઓ ખૂબ રમતા હતાં. આ ગેમ હવે રિદ્ધિમા પોતાની માતા સાથે રમી હતી. નીતુએ આ ગેમમાં બેવાર દીકરીને હરાવી હતી. બોર્ડ ગેમ હાર્યાં બાદ રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ડેડે મમ્મીને સારી રીતે ટ્રેઈન કરી હતી. તેમણે મને બેવાર હરાવી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neetu Singh became a hair stylist for her daughter, Riddhima shared a picture of her new haircut and said, 'Thank you'


from Divya Bhaskar https://ift.tt/3gx0oT7
https://ift.tt/2XJwn9V

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...