Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/31/1_1590903915.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/31/1_1590903915.jpg. Show all posts

Sunday, May 31, 2020

તાપસી પન્નુની દાદીનું નિધન, એક્ટ્રેસે ભાવુક થઈને કહ્યું, ખાલીપો હંમેશાં સાથે રહેશે

તાપસી પન્નુનીદાદીમાનું નિધન થતાં એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તાપસી પોતાની દાદીને ‘બીજી’ કહીને બોલાવતી હતી.

તાપસીએ તસવીર શૅર કરી
તાપસીએ ગુરુદ્વારાની તસવીર શૅર કરી હતી. અહીંયા દાદીમાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. આ તસવીર સાથે તાપસીએ કહ્યું હતું, ‘અમારા પરિવારની છેલ્લી પેઢી અમને છોડીને જતી રહી, તેમનું ખાલી સ્થાન હંમેશાં અમારી સાથે રહેશે...’ તાપસીએ દાદીને લઈ વધુ માહિતી શૅર કરી નહોતી.

ચાહકોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી
તાપસી સાથે ‘થપ્પડ’ ફિલ્મમાં કામ કરનાર પવૈલ ગુલાટીએ કમેન્ટમાં સિમ્પલ ઈમોજી શૅર કરી હતી. અભિષેક બચ્ચન, ટિસ્કા ચોપરા સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.ચાહકોએ કમેન્ટ્સ કરી હતી કે ભગવાન તમારા પરિવાર તથા તમને આ દુઃખ સહન કરવાની તાકાત આપે. અન્ય ચાહકોએ કહ્યું હતું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

તાપસી બહેન સાથે મુંબઈમાં છે
તાપસી પોતાની નાની બહેન શગુન પન્નુ સાથે મુંબઈમાં જ રહે છે. એક ઈન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું હતું કે તેના પેરેન્ટ્સ ચંદીગઢમાં રહે છે પરંતુ તેમનું ઘર કોરોના હોટ સ્પોટની નજીકમાં નથી. તેઓ 60 વર્ષના છે અને તેઓ વધુ ધ્યાન રાખે છે. તેના પિતા નિવૃત્ત છે અને માતા હાઉસવાઈફ છે. લૉકડાઉન પહેલાં પણ તેઓ મોટાભાગનો સમય ઘરની અંદર જ પસાર કરતાં હતાં. તેઓ વોકિંગ, મિત્રોને મળવા, માર્કેટ તથા ગુરુદ્વારા માટે બહાર જતા હતાં. તેથી લૉકડાઉનને કારણે તેમને બહુ ખાસ અસર થઈ નથી. પેરેન્ટ્સને તેમના કરતાં બંને દીકરીઓની ઘણી જ ચિંતા રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે તાપસીની છેલ્લે ‘થપ્પડ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે, તે ‘હસીન દિલરુબા’, ‘રશ્મિ રોકેટ’ તથા ‘શાબાશ મિથુ’માં જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Taapsee Pannu grandmother passed away, the actress said,A void that will stay forever


from Divya Bhaskar https://ift.tt/2TUm6Hb
https://ift.tt/2Mh4q42

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...