Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/31/6_1590923501.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/31/6_1590923501.jpg. Show all posts

Sunday, May 31, 2020

મોહિત સૂરીએ ફિલ્મ ‘મલંગ 2’ના ફર્સ્ટ ડ્રાફ્ટની ઝલક સો. મીડિયામાં શૅર કરી

ફિલ્મમેકર મોહિત સૂરીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘મલંગ’ને પોઝિટિવ રિવ્યૂ મળ્યાં હતાં અને ફિલ્મ સફળ રહી હતી. હવે, આ ફિલ્મની સીક્વલ બની રહી છે. હાલમાં જ મોહિતે સોશિયલ મીડિયામાં ‘મલંગ 2’ને લઈ તસવીર શૅર કરી હતી.

‘મલંગ 2’ની તસવીર શૅર કરી
મોહિત સૂરીએ શૅર કરેલી તસવીરમાં લેપટોપ પર વર્ડ પેજ પર ઓપન કર્યું હતું. આ પેજ પર ‘મલંગ 2 અન્લીશ ધ મેડનેસ’ લખેલું હતું. તસવીર સાથે મોહિત સૂરીએ કહ્યું હતું કે આ ફિલ્મનો ફર્સ્ટ ડ્રાફ્ટ છે. આ તસવીર શૅર કરીને મોહિતે કહ્યું હતું, ‘સારી ફિલ્મ બનાવવા માટે તમને ત્રણ વસ્તુની જરૂર પડે છે, ધ સ્ક્રિપ્ટ, ધ સ્ક્રિપ્ટ અને ધ સ્ક્રિપ્ટ.’ આ તસવીર શૅર કર્યાં બાદ ચાહકોએ ડિરેક્ટરને ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી હતી. આ ફિલ્મમાં કોણ કામ કરશે, તેને લઈ હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

‘મલંગ’માં આદિત્ય-દિશા હતાં
આ વર્ષે સાત ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘મલંગ’માં આદિત્ય રોય કપૂર, દિશા પટની, અનિલ કપૂર, કુનાલ ખેમુ લીડ રોલમાં હતાં. ફિલ્મમાં અનિલ કપૂર ભ્રષ્ટ પોલીસના રોલમાં હતો. ફિલ્મને ચાહકો તથા ક્રિટિક્સે વખાણી હતી. ફિલ્મે વર્લ્ડવાઈડ 84.50 કરોડની કમાણી કરી હતી.

મોહિત સૂરી ‘મલંગ 2’ ઉપરાંત ‘એક વિલન’ની સીક્વલ બનાવવાનો છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, આદિત્ય રોય કપૂર, દિશા પટની તથા તારા સુતરિયા લીડ રોલમાં જોવા મળશે. ઓરિજિનલ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા શ્રદ્ધા કપૂર હતાં. રિતેશ દેશમુખ વિલનના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને પણ ચાહકો તથા ક્રિટિક્સે વખાણી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mohit Suri gave a glimpse of the first draft of the film 'Malang 2'. Shared in media


from Divya Bhaskar https://ift.tt/3gBx9yt
https://ift.tt/2McrxwI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...