Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/01/3_1590993250.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/01/3_1590993250.jpg. Show all posts

Monday, June 1, 2020

વાજિદ ખાને મીકા સાથેની છેલ્લી વાતચીતમાં તબિયતને લઈ ચિંતા પ્રગટ કરી હતી, દુઃખી સ્વરમાં કહ્યું હતું- મિત્ર મારા માટે દુઆ કરો

સ્વર્ગીય મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાને થોડાં દિવસ પહેલાં મીકા સિંહ સાથે વાત કરી હતી. આ વાતચીતમાં વાજિદે પોતે જલ્દી ઠીક થઈ જશે તેવી આશા પ્રગટ કરી હતી. વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં વાજિદ ખાન પોતાના દર્દભર્યાં અવાજમાં વારંવાર મીકાને પોતાના માટે દુઆ કરવાનું કહે છે. વાજિદ ખાનનું નિધન 31 મેના રોજ મોડી રાત્રે મુંબઈની હોસ્પિટલમાં થયું હતું. તેમને કિડનીની બીમારી હતી.

‘મારા માટે દોસ્ત બસ દુઆ કરજો’
એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ પીપિંગમૂને મ્યૂઝિક કમ્પોઝર તથા સિંગર વચ્ચેની વાતચીતનો ઓડિયો શૅર કર્યો છે. આ ઓડિયોમાં વાજિદ કહે છે, ‘ઘણો ઘણો આભાર મીકા ભાઈ. મેં તમારો મેસેજ વાંચ્યો, દિલને ઘણી જ રાહત થઈ. ખુશી થઈ. બસ મિત્ર દુઆઓની જરૂર છે. હવે થોડી રિકવરી થઈ છે. અલ્લાહે ઈચ્છ્યું તો બહુ જ જલ્દીથી ઠીક થઈ જઈશ. ઈન્શાઅલ્લાહ..’

વાજિદ ઓપરેશન બાદ ચિંતામાં હતાં
વાજિદના ઓડિયોમાં એ વાત સ્પષ્ટ છે કે ઓપરેશન બાદ પણ તેઓ પોતાની તબિયતને લઈ ઘણાં જ ચિંતિત હતાં. તેમણે કહ્યું હતું, ‘ઓપરેશન તો થઈ ગયું છે, બાકીની તમામ સારી વસ્તુઓ...દુઆ કરો બસ કે તમારો ભાઈ ફરીથી ઊભો થઈ જાય..સાથે...ઈન્શાઅલ્લાહ. બસ દુઆમાં યાદ રાખજો, મારા ભાઈ. તમારા પ્રેમ, ચિંતા તથા સપોર્ટ માટે ઘણો જ આભાર. બસ મારા માટે દુઆ કરો. ભાઈ, થેંક્યૂ વેરી મચ...’

લૉકડાઉનને કારણે મીકા તથા વાજિદ વચ્ચે મુલાકાત થઈ નહોતી
મીકાએ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મને હજી સુધી ખ્યાલ નથી કે ડેથ કેવી રીતે થયું. જો કોવિડ 19થી નિધન થયું હશે તો ઘરમાં જ પ્રાર્થના કરીશ. નહીંતર ફ્યૂનરલમાં જવાનો પ્રયાસ કરીશ. લૉકડાઉન ચાલુ થયું ત્યારથી તેમને મળવાની તક મળી નથી.’

વધુમાં મીકાએ કહ્યું હતું, ‘આ ઘણું જ દુઃખદ છે કે તેમને મળવાની વાત મનમાં જ રહી ગઈ. અમારી ઈન્ડસ્ટ્રી માટે આ બહુ જ મોટો આંચકો છે.’ ઉલ્લેખનીય છે કે મીકાએ વાજિદના મ્યૂઝિક ડિરેક્શનમાં ‘સુલતાન’માં ‘440 વોલ્ટ’ તથા ‘રાઉડી રાઠોર’માં ‘ચિંતા તા તા...’ ગીત ગાયું હતું.

ઈન્સ્ટાગ્રામમાં શ્રદ્ધાંજલિ પાઠવી
મીકાએ ઈન્સ્ટાગ્રામમાં વાજિદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેણે ફોટો શૅર કરીને કહ્યું હતું, ‘અમારા તમામ માટે ઘણી જ દુઃખદ વાત. બહુ જ ટેલેન્ટેડ મ્યૂઝિક કમ્પોઝર, ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ સોંગ આપ્યા, મારા મોટા ભાઈ વાજિદ ખાન અમને છોડીને જતા રહ્યાં. અલ્લાહ તેમને જન્નત અતા ફરમાવે. તેમની આત્માને શાંતિ મળે. હંમેશાં તમારા પ્રેમને યાદ કરીશ. તમારું સંગીત સદાબહાર છે. સાચે જ બોલિવૂડ માટે બહુ જ મોટું નુકસાન.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In his last conversation with Mika, Wajid Khan expressed concern over his health and said in a sad tone, "Pray for me, my friend."


from Divya Bhaskar https://ift.tt/3dmsmyN
https://ift.tt/2Blxzcg

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...