Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/01/7_1591001405.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/01/7_1591001405.jpg. Show all posts

Monday, June 1, 2020

સલમાન ખાને વાજિદને યાદ કરતાં કહ્યું, હંમેશાં પ્રેમ અને આદર, તમારી યાદ આવશે

વાજિદ ખાનના નિધન પર સલમાન ખાને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાજિદ-વાજિદે સલમાન ખાનની ફિલ્મથી જ પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વાજિદ ખાને છેલ્લે સલમાનના ઈદ સ્પેશિયલ સોંગ ‘ભાઈ ભાઈ’માં સંગીત આપ્યું હતું. સાજિદ-વાજિદ તથા સલમાન વચ્ચે ખાસ બોન્ડિંગ હતું. ઉલ્લેખનીય છે કે 31 મેની મોડી રાત્રે વાજિદ ખાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.
સલમાને શ્રદ્ધાંજલિ પાઠવી
સલમાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું. વાજિદનેહંમેશાં પ્રેમ, આદર. એક વ્યક્તિ તરીકે અને તમારી ટેલેન્ટને ઘણાં જ યાદ કરીશું અને હંમેશાં યાદ રાખીશું. તમને પ્રેમ અને તમારા આત્માને શાંતિ મળે.

42 વર્ષીય વાજિદ ખાનનું નિધન મલ્ટિપલ બીમારીને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. તેઓ કોવિડ 19 પોઝિટિવ પણ હતાં. સાજિદ-વાજિદ એક્ટર સલમાનના નિકટના સાથી ગણાતા હતાં. બંનેએ સલમાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. આમ તો ફિલ્મના મ્યૂઝિકનું શ્રેય હિમેશ રેશમિયા તથા જતિન-લલિતને જાય છે. જોકે, સાજિદ-વાજિદે અરબાઝ ખાન પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘તેરી જવાની’ કમ્પોઝ કરીને અલગ ઓળખ મેળવી હતી.

સલમાનની ઘણી ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું
‘પ્યાર કિયા તો ડરના ક્યા’ સમયે બંનેની સલમાન સાથે ખાસ દોસ્તી થઈ હતી. ત્યારબાદ બંનેએ સલમાનની ફિલ્મ ‘હેલ્લો બ્રધર’, ‘તુમકો ના ભૂલ પાયેંગે’, ‘તેરે નામ’, ‘મુઝસે શાદી કરોંગી’, ‘ગર્વ’, ‘પાર્ટનર’, ‘વોન્ટેડ’, ‘દબંગ’, ‘દબંગ 2’, ‘એક થા ટાઈગર’, ‘દબંગ 3’માં સંગીત આપ્યું હતું.
સલમાન સાથે ઝઘડો થયાની ચર્ચા હતી
સાજિદ-વાજિદ એક્ટર સલમાનને પોતાના ગોડફાધર માને છે. જોકે, એક સમય એવો પણ હતો કે બંને વચ્ચે મતભેદ થયાની ચર્ચા થતી હતી. ‘દબંગ 2’ પછી પાંચ વર્ષ સુધી સાજિદ-વાજિદે સલમાનની એક પણ ફિલ્મમાં સંગીત આપ્યું નહોતું. આ જ કારણે એમ માનવામાં આવતું કે બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જોકે, એક ઈન્ટરવ્યૂમાં સાજિદ-વાજિદે આ વાતને નકારી હતી. તેમણે કહ્યું હતું કે પિતા શરાફત અલી ખાનના નિધન બાદ તેઓ માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં. આ સમયે તેઓ કામ કરી શકે તેવી સ્થિતિમાં નહોતાં. તેમના માટે પરિવાર પહેલી પ્રાથમિકતા હતો. ખાસ કરીને તેમની અમ્મી આ આઘાત સહન કરી શક્યા નહોતાં. આ સમય દરમિયાન તેમને ફિલ્મની ઓફર મળી હતી પરંતુ તેમણે કામ કરવાની ના પાડી હતી. આથી જ લોકોએ સલમાન સાથે મતભેદ થયાની વાત ઉડાવી હતી. સલમાન તેમના મોટાભાઈ સમાન છે.
સલમાન માટે જ અંતિમ ગીત કમ્પોઝ કર્યું
સલમાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી વાજિદે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. કરિયરનું અંતિમ ગીત પણ સલમાન માટે જ બનાવ્યું હતું. તેમણે હાલમાં જ સલમાનના ઈદ સ્પેશિયલ ગીત ‘ભાઈ ભાઈ’ કમ્પોઝ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Remembering Wajid, Salman Khan said, always love and respect, you will remember


from Divya Bhaskar https://ift.tt/2XMulpL
https://ift.tt/3dopilN

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...