Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/3_1591090745.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/3_1591090745.jpg. Show all posts

Tuesday, June 2, 2020

વાજિદના નિધનથી ખાન પરિવાર દુઃખી, અતુલ અગ્નિહોત્રીએ કહ્યું- તેમને સલમાન માટે અપાર પ્રેમ હતો

સંગીતકાર સાજિદ-વાજિદની તોડી તૂટી ગઈ છે. 42 વર્ષીય વાજિદનું પહેલી જૂનના રોજ નિધન થયું હતું. તેમના નિધનથી બોલિવૂડ શોકમાં છે. સાજિદ-વાજિદના સલમાન ખાન તથા તેના પરિવાર સાથે ખાસ સંબંધો હતાં.

હાલમાં જ સલમાનના જીજાજી અતુલ અગ્નિહોત્રીએ એક ઈન્ટરવ્યૂમાં વાજિદ ખાનને યાદ કર્યાં હતાં અને પરિવાર સાથેના બોન્ડિંગ પર વાત કરી હતી.

બંને ભાઈઓ એકબીજાને મદદ કરતાં
અતુલે કહ્યું હતું, ‘જ્યારે હું વર્ષ 2008માં ફિલ્મ ‘હેલ્લો’ બનાવી રહ્યો હતો ત્યારે આ ફિલ્મમાં ભાઈ (સલમાન)ને લઈ એક સ્પેશિયલ ગીત છે. અમે આ ગીત માટે સાજિદ-વાજિદનો સંપર્ક કર્યો હતો અને તેમણે તરત જ ‘હેલ્લો હેલ્લો’ ગીત બનાવી દીધું હતું. કોઈ વિચારી પણ નથી શકતું કે આ સમયે સાજિદની શું હાલત હશે. સાજિદ જો ધૂનમાં ક્યાંય અટવાઈ જાય તો વાજિદ મદદ કરે અને એ જ રીતે વાજિદ અટવાઈ જાય તો સાજિદ મદદ કરે. બંનેની જોડી કમાલની હતી.’

ઓછા સમયમાં વધુ કામ
અતુલે વધુમાં કહ્યું હતું, ‘ખાન પરિવારનો સાજિદ-વાજિદ સાથે ગાઢ સંબંધ છે. સલમાન માટે આ બંને ભાઈઓને ખાસ પ્રેમ છે. તેમણે સલમાન માટે ઘણાં હિટ સોંગ્સ બનાવ્યા છે. મારા માટે પહેલાં તેઓ મિત્ર છે અને પછી બીજું બધું. અમારે જ્યારે પણ તાત્કાલિક કોઈ ગીત જોઈતું અમે સૌ પહેલાં સાજિદ-વાજિદનો જ વિચાર કરીએ. વાજિદ ક્વોલિટી ખરાબ કર્યાં વગર ઓછા સમયમાં કામ આપી દેતા.’

સલમાને પણ વાજિદને યાદ કર્યાં હતાં
વાજિદ ખાનના નિધનથી દુઃખી સલમાને ટ્વીટ કરીને કહ્યું હતું, ‘વાજિદ માટે હંમેશાં પ્રેમ અને સન્માન. તેમની ટેલેન્ટ તથા વ્યક્તિ તરીકે તેમની યાદ આવશે. બહુ જ પ્રેમ. તમારી આત્માને શાંતિ મળે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
film maker and actor Atul Agnihotri on Wajid Khan:


from Divya Bhaskar https://ift.tt/2zLBj6y
https://ift.tt/3drtqlc

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...