Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/4_1591093495.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/4_1591093495.jpg. Show all posts

Tuesday, June 2, 2020

વાજિદ ખાનને ભાઈ સાજિદની પત્નીએ કિડની આપી હતી, ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ જતાં ઈન્ફેક્શનનો ભોગ બન્યાં

જાણીતા સંગીતકાર વાજિદ ખાન છેલ્લાં એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતાં. તેમને 31 મેના રોજ રાત્રે એક વાગે હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. વાજિદને લાંબા સમયથી કિડનીની બીમારી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ તેઓ બચી શક્યા નહીં.

ભાભીએ કિડની ડોનેટ કરી હતી
એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ પીપિંગમૂનના અહેવાલ પ્રમાણે, થોડાં સમય પહેલાં વાજિદની ભાભી એટલે કે સાજિદ ખાનની પત્નીએ પોતાની એક કિડની ડોનેટ કરી હતી. જોકે, વાજિદના શરીરે ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનને રિજેક્ટ કરી દીધું હતું. ત્યારબાદ કિડનીનું ઈન્ફેક્શન થતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. તેઓ છેલ્લાં બે મહિનાથી હોસ્પિટલમાં હતાં.

ત્રણ દિવસ માટે ડિસ્ચાર્જ થયાં હતાં
બે મહિનાના આ હોસ્પિટલાઈઝેશન દરમિયાન સાત એપ્રિલે વાજિદને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. 8 એપ્રિલે તેઓ વર્સોવા કબ્રસ્તાનમાં આયોજિત ‘શબ-એ-બારાત’માં સામેલ થયા હતાં. જોકે, 10 એપ્રિલે તેમની તબિયત ખરાબ થતાં ફરીવાર તેમને એડમિટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ હોસ્પિટલમાં જ હતાં. નવાઈની વાત એ છે કે વાજિદને આ જ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતાં.

માતા, ભાઈ-ભાભી ધ્યાન રાખતા હતા
એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ પ્રમાણે, વાજિદ પોતાની પત્નીથી અલગ થઈ ચૂક્યાં હતાં. આથી જ તેમના ભાઈ-ભાભી તથા માતા તેમનું ધ્યાન રાખતા હતાં. છેલ્લાં બે મહિનાથી માતા રોજ હોસ્પિટલ આવતા હતાં. કહેવાય છે કે માતામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યાં નહોતાં. બીમાર હોવાને કારણે વાજિદની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતાં.

બે વર્ષથી હૃદયની બીમારી
વાજિદ ખાનને છેલ્લાં બે વર્ષથી હૃદયની બીમારી હતી. 2018માં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાજિદ-વાજિદની જોડીએ 20 વર્ષ સુધી બોલિવૂડમાં સંગીત આપ્યું. તેમણે કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું ગીત ‘તેરી જવાની’માં સંગીત આપીને કરી હતી. વાજિદે છેલ્લીવાર સલમાન ખાનના ઈદ સ્પેશિયલ ગીત ‘ભાઈ ભાઈ’માં સંગીત આપ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
late music composer Wajid Khan was donated a kidney by his brother Sajid’s spouse


from Divya Bhaskar https://ift.tt/2XqIzOg
https://ift.tt/2XpJYVh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...