Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/6_1591098640.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/6_1591098640.jpg. Show all posts

Tuesday, June 2, 2020

ટીવી એક્ટર રાજેશ કરીરે વીડિયોમાં ભાવુક થઈને મદદ માગી, કહ્યું- કોઈ 300-400 રૂપિયા આપો, મારે જીવવું છે

ટીવી એક્ટર રાજેશ કરીરે સિરિયલ ‘બેગુસરાય’માં એક્ટ્રેસ શિવાંગી જોષીના પિતાનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં જ તેમણે ફેસબુક પર એક ઈમોશનલ વીડિયો શૅર કર્યો હતો. તેમણે વીડિયો શૅર કરીને પૈસાની મદદ માગી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ આ વીડિયો જુએ છે, તે 300-400 રૂપિયાની મદદ કરે, જેથી તેઓ પંજાબ પરત ફરી શકે અને ત્યાં કંઈક કામ શોધી શકે.

ફેસબુક પર પોસ્ટ શૅર કરી
રાજેશ કરીરે વીડિયો શૅર કરીને કહ્યું હતું, મિત્રો બસ એટલું જ કહેવા ઈચ્છું છે કે હું કોઈ પણ કિંમત પર જીવનમાં હારવા માગતો નથી. બસ આ જ એક રસ્તો હતો. મહેરબાની કરીને મારી મદદ કરો. બેંક ડિટેલ્સ તથા ફોન નંબર શૅર કરું છું.

રાજેશ છેલ્લાં 15-16 વર્ષથી મુંબઈમાં પરિવાર સાથે રહે છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી તેમની પાસે કોઈ કામ નથી. છેલ્લાં બે મહિનાથી લૉકડાઉન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

વીડિયોમાં શું કહે છે?
વીડિયોમાં રાજેશ કહે છે, ‘મિત્રો, હું રાજેશ કરીર આર્ટિસ્ટ છું, બહુ બધા મને ઓળખતા હશે. વાત એ છે કે જો હવે હું શરમ રાખીશ તો જીવન બહુ અઘરું થઈ પડવાનું છે, એમ મને લાગે છે. બસ એટલી જ અપીલ છે કે મને મદદની બહુ જ જરૂર છે. અમારી પરિસ્થિતિ ઘણી જ નાજુક છે. મુંબઈમાં પરિવાર સાથે છેલ્લાં 15-16 વર્ષથી રહું છું. આમ તો ખાસ્સા સમયથી મારી પાસે કામ નહોતું. હવે બે-ત્રણ મહિના થઈ ગયા અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તમને મારી વિનંતી છે કે ભલે 300, 400 કે 500 આપો પણ આપો. કારણ કે શૂટિંગ ક્યારે શરૂ થશે અને મને કામ મળશે કે નહીં એ પણ ખબર નથી. જીવન એવું થઈ ગયું છે કે કંઈ જ ખબર પડતી નથી. હું બસ જીવવા ઈચ્છું છું. મારી હાથ જોડીને વિનંતી છે. તમે જેટલું પણ કરો, મારે બસ પંજાબ જવું છે. ત્યાં નાનું-મોટું કામ કરી લઈશ. તે સમય નક્કી કરશે. પ્લીઝ, મારી મદદ કરો.’

ઉલ્લેખનીય છે કે રાજેશ કરીરે આમિર ખાનની ફિલ્મ ‘મંગલ પાંડે’માં નાનકડો રોલકર્યોહતો. આ ઉપરાંત તેઓ ‘CID’માં પણ જોવા મળ્યાં હતાં. ‘બેગુસરાય’ 2015-2016 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી. સિરિયલમાં શ્વેતા તિવારી તથા વિશાલ આદિત્ય સિંહ હતાં.

નોંધનીય છે કે આ પહેલાં આશિષ રૉયે ફેસબુક પર પૈસાની મદદ માગી હતી. ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’ ફૅમ કલાકારઆશિષ રૉય પાસે સારવારના પૈસા નથી. તેમને કિડનીની બીમારી છે. તેમણે પણ ફેસબુક પર પૈસા માટે મદદ માગી હતી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેમને હવે મોત આવી જાય તો સારું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TV actor Rajesh Kareer pleads for financial help


from Divya Bhaskar https://ift.tt/2XSLmyr
https://ift.tt/2yVg3L0

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...