Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/7_1591102188.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/02/7_1591102188.jpg. Show all posts

Tuesday, June 2, 2020

ટ્વિટર યુઝરે વાજિદ ખાનના નિધનની મજાક ઉડાવી, જાવેદ અખ્તરે કહ્યું- અફસોસ... કોઈ આવું કેવી રીતે વિચારી શકે

ગીતકાર તથા લેખક જાવેદ અખ્તરે હાલમાં જ એક ટ્વિટર યુઝરને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. આ ટ્વિટર યુઝરે સ્વર્ગીય સંગીતકાર વાજિદ ખાનના નિધનની મજાક ઉડાવી હતી. જાવેદ અખ્તરે સોમવાર, પહેલી જૂને વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ પાઠવતી ટ્વીટ કરી હતી. આ ટ્વીટ પર ટ્વિટર યુઝરે વિવાદિત કમેન્ટ કરી હતી.

જાવેદ અખ્તરની શું ટ્વીટ હતી?
અખ્તરે વાજિદના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે વાજિદ જેવા જીવન, હ્યુમર તથા લાગણીસભર યુવા ટેલેન્ટેડ કમ્પોઝરને મોતે પોતાના હાથમાં લઈ લીધો. ઘણું જ અયોગ્ય.’

ટ્વિટર યુઝરની વિવાદિત કમેન્ટ
ટ્વિટર યુઝરે જાવેદ અખ્તરની ટ્વીટ પર કહ્યું હતું, ‘હા, ખબર નહીં કેવી રીતે કોરોના થઈ ગયો. જ્યારે અલ્લાહના બાળકોને તો આ સ્પર્શી પણ શકતો નથી. આવું ટિકટોકવાળા મુલ્લા કહે છે.’

જાવેદ અખ્તરે જવાબ આપ્યો
અખ્તરે આના પર જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, ‘ટિકટોકના મુલ્લા કંઈ પણ બકવાસ કરતા હોય, તમારામાં તો માણસાઈ છે કે નહીં. એક યંગ ટેલેન્ટેડ તથા સારો વ્યક્તિ મરી ગયો અને તમે મજાક કરો છો. અફસોસ...કોઈ આવું કેવી રીતે વિચારી શકે.’

વાજિદનું રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું
સંગીતકાર વાજિદ ખાનનું રવિવાર (31 મે)ના રાત્રે એક વાગે હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને કિડનીનું ઈન્ફેક્શન હતું. તેઓ છેલ્લાં બે મહિનાથી હોસ્પિટલમાં એડમિટ હતાં. છેલ્લાં એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતાં. છેલ્લાં ચાર દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. મોડી રાત્રે તેમને હાર્ટ અટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું.

માતાને કારણે વાજિદને કોરોના થયો
રિપોર્ટ્સના મતે, વાજિદ ખાનની માતા રઝિયા ખાન કોરોના પોઝિટિવ છે. કેટલાંક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વાજિદ જે હોસ્પિટલમાં એડમિટ હતાં, એ જ હોસ્પિટલમાં તેમની માતા પણ સારવાર હેઠળ છે. તો અન્ય રિપોર્ટ્સમાં એમ કહેવામાં આવ્યું હતું કે રઝિયા ખાન છેલ્લાં બે મહિનાથી સતત વાજિદની સારસંભાળ કરવા હોસ્પિટલ આવતા હતાં. આ દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ થયા. રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે વાજિદ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lyricist Javed Akhtar gave a befitting reply to the twitter user


from Divya Bhaskar https://ift.tt/3cuZiEa
https://ift.tt/300xXqJ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...