Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/3-6-1_1591178990.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/3-6-1_1591178990.jpg. Show all posts

Wednesday, June 3, 2020

કેરળમાં ફટાકડાવાળું અનાનસ ખાઈને ગર્ભવતી હાથણી મૃત્યુ પામતા સેલેબ્સે રોષ વ્યક્ત કર્યો, અપરાધીને કડક સજા કરવાની માગ કરી

કોરોના મહામારીમાં જ્યારે લોકો અધૂરી માહિતીને કારણે ભયમાં આવીને તેમના પાલતું પ્રાણીઓને તરછોડી રહ્યા હતા ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ આગળ આવીને લોકોને આવું ન કરવા માટે અપીલ કરીને યોગ્ય માહિતી આપતા રહેતા હતા. હવે ફરીવાર સેલેબ્સે તેમનો પશુપ્રેમ બતાવ્યો છે. કેરળમાં પલક્કડ જીલ્લામાં 27 મેના ગર્ભવતી હાથણીનું મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોએ ફટાકડાવાળું અનાનસ તેને આપ્યું હતું જે હાથણીના મોઢામાં ફૂટ્યું અને તે મૃત્યુ પામી હતી.

View this post on Instagram

A pregnant elephant was fed cracker stuffed pineapple by unidentified people in Kerala which exploded in her mouth and damaged her jaw. She walked around the village and finally passed away standing in a river. We keep searching for monsters hoping they would be having the devil's horns on their heads. But look around you, the monsters walk beside you. From anybody who throws stones at a stray dog to anybody hurting a living soul, choose one face. A lot of these animals trust human beings because they have been helped by them in the past. This is cruel beyond measure. When you lack empathy and kindness, you do not deserve to be called a human being. To hurt someone is not human. Just stricter laws won't help. We need a decent execution of the law too. Until the guilty are punished in the worst possible way, these wicked monsters will never fear the law. Though it's a difficult task, I hope they are able to find out the one who committed this crime and punish them accordingly. Artwork by Bratuti. Post reposted from @tedthestoner

A post shared by Shraddha (@shraddhakapoor) on Jun 2, 2020 at 11:47pm PDT

આ નિર્દય ઘટના સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ છે અને લોકો તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, દિશા પટની,અથિયા શેટ્ટી અને દિયા મિર્ઝાએ આ ઘટના શેર કરીને તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે આ નિર્દય કામ કરનાર આરોપીને કડક સજા મળે તેવી માગ પણ કરી છે. આ એક્ટ્રેસ અવારનવાર પ્રાણીઓના હક અને આઝાદી માટે અવાજ બુલંદ કરતી રહે છે. રણદીપ હૂડા અને રિધ્ધિમા કપૂરે પણ અવાજ ઉઠાવ્યો છે.

હાથણીનું મૃત્યુ
કેરળમાં પલક્કડ જીલ્લામાં આ હાથણી મૃત્યુ પામી. તે 8થી 20 મહિના પછી મદનિયાંને જન્મ આપવાની હતી. ફટાકડાવાળું અનાનસ તેના મોઢામાં ફૂટી જતા તેના મોઢાને ઇજા પહોંચી હતી જેને કારણે તે કઈ ખાઈ શકે એમ ન હતી. હાથણી નદી પસાર કરી રહી હતી અને અંતે તેનું નદીમાં અધવચ્ચે મૃત્યુ થયું. કેરળના ફોરેસ્ટ ઓફિસર મોહન ક્રિશ્નને ફેસબુક પર આ હાથણી માટે મલયાલમ ભાષામાં ભાવુક પોસ્ટ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, આટલું દર્દ થયું છતાં આ નિર્દોષ પ્રાણીએ ગામના કોઈપણ લોકોને ઇજા પહોંચાડી ન હતી, મોઢામાં થયેલ ઇજાને કારણે તે ખાઈ પણ શકતી ન હતી તેમ છતાં આટલું દર્દ અને ભૂખ લઈને તે ગામમાં ફરતી રહી. નદીમાંથી તેને બહાર કાઢવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બે અન્ય હાથીની મદદ પણ લીધી, પરંતુ હાથણીએ ત્યાં નદીમાં જ દમ તોડી દીધો હતો. આ હાથણીને ટ્રકમાં જંગલમાં લઇ જવામાં આવી અને જ્યાં તે મોટી થઇ હતી ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમમાં ડોક્ટરને હાથણીના પેટમાંથી નાનકડું મદનિયું પણ મળ્યું હતું જે આ દુનિયામાં આવી ન શક્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pregnant Elephant Dies in Kerala After Being Fed Pineapple Stuffed With Crackers, celebs demand strict action against culprit


from Divya Bhaskar https://ift.tt/2zNn15q
https://ift.tt/3dAo5Iw

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...