Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/6_1591184871.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/6_1591184871.jpg. Show all posts

Wednesday, June 3, 2020

નવાઝના ભાઈ પર યૌન શોષણનો આક્ષેપ, એક્ટરને ડિવોર્સની નોટિસ મોકલનાર પત્નીએ કહ્યું, હજી તો વધુ ચોંકાવનારા ખુલાસા થવાના બાકી છે

નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ કાકા મિનાઝ પર યૌન શોષણનો આક્ષેપ મૂકીને દિલ્હીમાં પોલીસ ફરિયાદ કરી છે. આ અંગે નવાઝને ડિવોર્સની નોટિસ મોકલનાર તેની પત્ની આલિયા ઉર્ફે અંજના કિશોર પાંડેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વિટર પર પોતાનું રિએક્શન આપ્યું હતી. તેણે કહ્યું હતું કે હજી વધુ ચોંકાવનારા ખુલાસા થશે.

અંજનાએ ટ્વીટ કરીને નવાઝને આડેહાથ લઈને કહ્યું હતું, આ તો હજી શરૂઆત છે. આટલો સપોર્ટ કરવા બદલ ભગવાનનો આભાર. અનેક ખુલાસાઓ થશે. કારણ કે એક માત્ર હું નથી, જે ચૂપચાપ સહન કરતી હતી. જોઈએ પૈસા કેટલી સચ્ચાઈ ખરીદી શકે છે અને હવે આ કોને લાંચ આપશે.

નવાઝની ભત્રીજીએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે તેણે આ અંગે નવાઝ સાથે વાત કરી હતી પરંતુ તેમણે પોતાના ભાઈનો પક્ષ લીધો હતો. આના પર નવાઝની પત્નીએ કહ્યું હતું, જેને આ દોષ અંગે જાણ હતી અને તે ચૂપ હતો. સમય બતાવશે. જોઈએ કોણ અંતે ક્રાઈમની સજા ભોગવશે અને કોને છોડી મૂકવામાં આવશે. એક બાળકની સુરક્ષા તથા જીવન કોઈની પણ પ્રતિષ્ઠા તથા ઈમેજ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. દુઃખ છે કે બાળકી કોઈની પણ મદદ વગર જાતે જ પોતાના માટે લડવા ઊભી થઈ.

ભત્રીજીએ દિલ્હીમાં ફરિયાદ કરી
નવાઝની ભત્રીજીએ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેણે કહ્યું હતું કે કાકા મિનાઝે નવ વર્ષની ઉંમરમાં તેનું શારીરિક શોષણ કર્યું હતું. તેણે આ અંગે મોટા પપ્પા નવાઝને એકવાર વાત કરી હતી પરંતુ તેમણે તેની વાતનો વિશ્વાસ કર્યો નહોતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawaz's brother accused of harassment, wife sends divorce notice to actor, more shocking revelation yet to come


from Divya Bhaskar https://ift.tt/2Bvf1q7
https://ift.tt/3dyXXxu

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...