Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/7_1591186558.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/7_1591186558.jpg. Show all posts

Wednesday, June 3, 2020

વાજિદ ખાન હોસ્પિટલમાં પણ સંગીત સાથે જોડાયેલા રહેતા, ફોનમાં પિઆનો વગાડતાં

સંગીતકાર સાજિદ-વાજિદની જોડી તૂટી ગઈ છે. 42 વર્ષીય વાજિદનું 31 મેના રોજ રાત્રે એક વાગે હોસ્પિટલમાં નિધન થયું હતું. વાજિદના નિધનથી માત્ર ચાહકો જ નહીં બોલિવૂડ પણ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. બોલિવૂડ સેલેબ્સ તથા સિંગર્સે સોશિયલ મીડિયામાં વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વાજિદના નિધન બાદથી તેમના વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. હાલમાં જ વાજિદ ખાનનો હોસ્પિટલનો એક જૂનો વીડિયો વાઈરલ થયો હતો.

પિઆનો વગાડતા હતા
વીડિયોમાં જોવા મળે છે કે વાજિદ ખાન હોસ્પિટલના બેડ પર ફોનમાં પિઆનો વગાડે છે. વાજિદના નિધન બાદથી તેમના હોસ્પિટલના વિવિધ વીડિયો ચાહકો સોશિયલ મીડિયામાં શૅર કરી રહ્યાં છે.

View this post on Instagram

🙏 #wajidkhan #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on Jun 3, 2020 at 1:54am PDT

કિડનીની બીમારી હતી
વાજિદ ખાન છેલ્લાં બે મહિનાથી હોસ્પિટલમાં એડમિટ હતાં. વાજિદને ભાઈ સાજીદની પત્ની (એટલે કે ભાભી)એ કિડની ડોનેટ કરી હતી. જોકે, આ તેમના શરીરે આ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનને રિજેક્ટ કરી દીધું હતું. આ જ કારણથી તેમને કિડનીમાં ઈન્ફેક્શન થયું હતું. આ દરમિયાન તેમને કોવિડ 19નો ચેપ લાગ્યો હતો. આટલું જ નહીં છેલ્લાં બે વર્ષથી તેમને હૃદયની બીમારી પણ હતી. તેમણે બે વર્ષ પહેલાં એન્જિયોપ્લાસ્ટી પણ કરાવી હતી. 31મેની રાત્રે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ છેલ્લાં ચાર દિવસ વેન્ટિલેટર પર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે સાજિદ-વાજિદે સલમાનની ફિલ્મ ‘રાધે’ માટે એક ગીત કમ્પોઝ કર્યું હતું. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન જાહેર કરાતા આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Wajid Khan playing the piano on phone, old video viral


from Divya Bhaskar https://ift.tt/3csZ40u
https://ift.tt/2XWhOQD

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...