Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/8_1591191417.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/8_1591191417.jpg. Show all posts

Wednesday, June 3, 2020

ન્યૂઝીલેન્ડમાં ‘અવતાર 2’ના શૂટિંગના સેટ પર જતાં પહેલાં ડિરેક્ટર જેમ્સ કેમરૂન 14 દિવસ માટે ક્વૉરન્ટીન થયાં

વર્ષ 2009માં રિલીઝ થયેલી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘અવતાર’ની સીક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. ફિલ્મના રાઈટર તથા ડિરેક્ટર જેમ્સ કેમરૂન ફિલ્મના પ્રોડ્યૂસરની સાથે ન્યૂઝીલેન્ડ આવ્યા છે. જોકે, હાલમાં કોરોનાવાઈરસને કારણે બંનેને સરકારી આદેશ માનીને 14 દિવસ ક્વૉરન્ટીન થવું પડશે.

જૉને તસવીર શૅર કરી
કો-પ્રોડ્યૂસર જૉને વેલિંગ્ટન એરપોર્ટથી બંનેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. ફિલ્મનું શૂટિંગ મેમાં થવાનું હતું પરંતુ કોરોનાવાઈરસના કેસ સામે આવતા શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. વિશ્વભરમાં હાલમાં 65 લાખથી વધુ કોરોનાના કેસ છે. આ સમય દરમિયાન 30 લાખથી વધુ લોકો સાજા થયા છે. ત્રણ લાખથી વધુના મોત નીપજ્યાં છે.

‘અવતાર’ની ચાર સીક્વલ બનશે
‘અવતાર’ની કુલ ચાર સીક્વલ પ્લાન કરવામાં આવી છે. ‘અવતાર 2’ પહેલી સીક્વલ છે. તેનું શૂટિંગ ડિસેમ્બર, 2019માં થવાનું હતું અને ફિલ્મ 2021માં રિલીઝ થવાની છે. ફિલ્મની બીજી સીક્વલ 2023, ત્રીજી સીક્વલ 2025 તથા ચોથી સીક્વલ ડિસેમ્બર, 2027માં રિલીઝ કરવાનું આયોજન છે. ‘અવાતર’ના પહેલાં પાર્ટમાં સેમ વર્થિંગટન, ઝો સાલ્ડાના, સ્ટીફન લેંગ, મિશેલ રોડ્રિગ્સ જેવા કલાકારો લીડ રોલમાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Director James Cameron was quarantined for 14 days before leaving for the shooting set of 'Avatar 2' in New Zealand.


from Divya Bhaskar https://ift.tt/2U7R5zr
https://ift.tt/3eP3wZ4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...