Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/gulabo-sitabo1591176611_1591185612.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/03/gulabo-sitabo1591176611_1591185612.jpg. Show all posts

Wednesday, June 3, 2020

‘ગુલાબો સિતાબો’ ફિલ્મનું બીજું સોન્ગ મદારી કે બંદર રિલીઝ થયું, 12 જૂને એમેઝોન પ્રાઈમ પર ફિલ્મનું પ્રીમિયર

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું બીજું સોન્ગ રિલીઝ થયું છે. મદારી કે બંદર સોન્ગમાં નવાબી મકાન માલિક મિર્ઝા એટલે કે અમિતાભ બચ્ચન અને તેના ભાડુઆત આયુષ્માન ખુરાના વચ્ચે ફાતિમા મહેલ હવેલીને લઈને થતી રસાકસીને બતાવવામાં આવી છે. ઉપરાંત આ સોન્ગમાં અમિતાભ લખનઉની શેરીઓ ગલીઓ ફરતા દેખાયા છે.

આ સોન્ગને અનુજ ગર્ગ અને તોષી રૈનાએ ગાયું છે. આ સોન્ગનું મ્યુઝિક અનુજ ગર્ગે આપ્યું છે. ફિલ્મનું પહેલું સોન્ગ જૂતમ ફેંક હતું. ઉપરાંત ફિલ્મનું ઓડિયો જ્યુકબોક્સ થોડા દિવસ પહેલાં જ રિલીઝ કરી દેવાયું હતું. આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થયું હતું. ફિલ્મના શૂટિંગ દરમ્યાન લખનઉમાં સ્થાનિક લોકો અમિતાભ બચ્ચનને તેમના ગેટઅપને કારણે ઓળખી શકતા ન હતા.

શૂજિત સરકારે ડિરેક્ટ કરેલ આ ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 12 જૂને રિલીઝ થવાની છે. લોકડાઉનને કારણે થિયેટર બંધ છે માટે ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર યોજાઈ રહ્યું છે.

બિગ બીએ લખ્યું હતું - શું હતા અને શું બનાવી દીધા
અમિતાભે અગાઉ એક ફોટો શેર કર્યો હતો જેમાં આ ફિલ્મના તેમના પાત્રનો ફોટો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, શ્રીનગર, કશ્મીર .. કભી કભી... કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ સોન્ગ માટે કવિતા લખી રહ્યો હતો અને લખનઉ મે મહિનો... 44 વર્ષ બાદ (1976 to 2020) ગુલાબો સિતાબો અને ગીત વાગી રહ્યું છે , બન કે મદારી કે બંદર... શું હતા અને હવે શું બનાવી દીધા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan and Ayushmann Khurrana starrer Gulabo Sitabo song Madari Ka Bandar video out


from Divya Bhaskar https://ift.tt/2Xt0svB
https://ift.tt/2XZJ1Sz

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...