Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/19_1591280105.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/19_1591280105.jpg. Show all posts

Thursday, June 4, 2020

બાસુ ચેટર્જીના અંતિમ સંસ્કાર, લૉકડાઉનને કારણે પરિવારના 10 સભ્યો જ હાજર રહ્યાં હતાં

જાણીતા ફિલ્મમેકર બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં ગુરુવાર (ચાર જૂન)ના રોજ સવારે 8.30 વાગે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર બપોરે સાંતાક્રૂઝ સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા હતાં. મુંબઈમાં કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન છે અને નિર્સગ તોફાનને કારણે વરસાદ પડતો હતો. અંતિમ સંસ્કારમાં પરિવાર ઉપરાંત IFTDA (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડિરેક્ટર્સ એસોસિયેશન)ના પ્રમુખ અશોક પંડિત તથા સંદીપ સિકંદ હાજર રહ્યાં હતાં.

અશોક પંડિતે કહ્યું હતું કે વરસાદ હોવાને કારણે તે, સંદીપ સિકંદ તથા કેટલાંક મિત્રો અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતાં. પરિવારના માત્ર 10 સભ્યો જ હતાં, જેમાં બંને દીકરીઓ (સોનાલી ભટ્ટાચાર્ય તથા રૂપાલી ગુહા) તથા બંને જમાઈ હાજર રહ્યાં હતાં. તે ત્યાં હતાં, કારણ કે તે બાસુ દાની અંતિમ સફરમાં જોડાવા ઈચ્છતા હતાં.

અશોક પંડિતે વધુમાં કહ્યું હતું કે બાસુ ચેટર્જીનું ઊંઘમાં જ નિધન થયું હતું. ઉંમર વધારે હોવાને કારણે તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતાં. તેમનું નિધન તેમના ઘરમાં જ થયું હતું. તેમના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે.

પીએમ મોદીથી લઈ બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

સોશિયલ મીડિયામાં અમિતાભ બચ્ચન, શબાના આઝમી, મધુર ભંડારકર, અનુરાગ કશ્યપ, મનોજ જોષી સહિતના સેલેબ્સે બાસુ દાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાસુ ચેટર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Only 10 members of the family were present at Basu Chatterjee's funeral due to lockdown


from Divya Bhaskar https://ift.tt/2A3ygXf
https://ift.tt/36YJ8BQ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...