Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/1_1591253329.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/1_1591253329.jpg. Show all posts

Thursday, June 4, 2020

‘રજનીગંધા’, ‘ખટ્ટમીઠા’ તથા સિરિયલ ‘રજની’-‘બ્યોમકેશ બક્ષી’ના સર્જક બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં નિધન

ત્રીજી જૂને વરિષ્ઠ ગીતકાર અનવર સાગરનું નિધન થયું હતું અને આજે (ગુરુવાર, ચાર જૂન) નાની ફિલ્મના ભગવાન કહેવાતા બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થયું છે. મધ્યમ વર્ગીય પરિવારને હસાવતા તથા હૃદયને સ્પર્શી જતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવનાર બાસુ ચેટર્જી ‘બાસુદા’ના નામથી જાણીતા હતાં. તેમણે ‘છોટી સી બાત’, ‘ચમેલી કી શાદી’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. IFTDA (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડિરેક્ટર્સ એસોસિયેશન)ના અશોક પંડિતે ટ્વિટર પર આ બાસુ ચેટર્જીના નિધનના સમાચાર આપ્યા હતા. બાસુ ચેટર્જીનાઅંતિમ સંસ્કાર આજે (ચાર જૂન) બપોરે બે વાગે સાંતાક્રૂઝ સ્મશાનમાં કરવામાં આવશે.

10 જાન્યુઆરી, 1930માં રાજસ્થાનના અજમેરમાં જન્મેલા બાસુ ચેટર્જીએ પોતાની કરિયરની શરૂઆત બ્લિટ્ઝ મેગેઝિનમાં કાર્ટૂનિસ્ટથી કરી હતી. અહીંયા તેમણે 18 વર્ષ સુધી કામ કર્યું હતું. ત્યારબાદ 1966માં તેમણે ફિલ્મ ‘તિસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યનાઆસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 1969માં બાસુ ચેટર્જીએ‘સારા આકાશ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.

તેમણે પહેલી ફિલ્મ બાદ ‘પિયા કા ઘર’, ‘ઉસ પાર’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘ચિતચોર’, ‘સ્વામી’, ‘ખટ્ટા મીઠ્ઠા’, ‘પ્રિયાત્મા’, ‘ચક્રવ્યૂહ’, ‘જીના યહાં’, ‘બાતો બાતો મૈં’, ‘અપને પરાયે’, ‘શૌકીન’ તથા ‘એક રૂકા હુઆ ફૈસલા’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેમની ઓછી જાણીતી ફિલ્મ ‘રત્નાદીપ’, ‘સફેદ જૂઠ’, ‘મનપસંદ’, ‘હમારી બહુ અલકા’, ‘કમલા કી મૌત’ છે.

બાસુ ચેટર્જી બિગ સ્ટાર્સને પોતાની સિમ્પલ ફિલ્મમાં તદ્દન અલગ જ અંદાજમાં રજૂ કરવા માટે જાણીતા હતાં. તેમણે ‘શૌકીન’માં મિથુન ચક્રવર્તીને રતિ અગ્નિહોત્રી સાથે ડિરેક્ટ કર્યાં હતાં. ફિલ્મ ‘મંઝિલ’માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. જોકે, અમિતાભ સાથેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. આ ઉપરાંત રાજેશ ખન્ના સાથેની ‘ચક્રવ્યૂહ’ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. બાસુ ચેટર્જી કલ્ટ ક્લાસિક ફિલ્મ માટે જાણીતા હતાં.

બાસુ ચેટર્જીએ માત્ર હિંદી જ નહીં પરંતુ બંગાળી ફિલ્મ્સ પણ ડિરેક્ટ કરી છે. આ ઉપરાંત દૂરદર્શનની જાણીતી સિરિયલ ‘બ્યોમકેશ બક્ષી’તથી‘રજની’ પણ બાસુ ચેટર્જીએ જ ડિરેક્ટ કરી હતી.બાસુ ચેટર્જીએ છેલ્લે વર્ષ 2011માં બંગાળી ફિલ્મ ‘ત્રિશંકુ’ ડિરેક્ટ કરી હતી.

સંતાનમાં બે દીકરીઓ
બાસુ ચેટર્જીને બે દીકરીઓ છે. સોનાલી ભટ્ટાચાર્ય તથા રૂપાલી ગુહા. ઉલ્લેખનીય છે કે રૂપાલી ગુહા પણ પિતાની જેમ જ ફિલ્મ ડિરેક્ટર છે. રૂપાલીએ વર્ષ 2009માં હિંદી ફિલ્મ ‘આમરસ’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ રૂપાલીએ બંગાળી ફિલ્મ ‘પોરીચોઈ’ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત રૂપાલી ગુહાએ પોતાના ‘ફિલ્મફાર્મ’ બેનર હેઠળ ટીવી સિરિયલ્સ પ્રોડ્યૂસ કરી છે, જેમાં ‘તુમ્હારી દિશા’, ‘રાખી’, ‘દિલ સે દિયા વચન’, ‘દો દિલ બંધે ઈક દોરી સે’, ‘કાશી’, ‘ઉત્તરન’, ‘ઈશ્ક કા રંગ સફેદ’ તથા ‘પર્ફેક્ટ પતિ’ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Veteran filmmaker Basu Chatterjee dies at 90
Veteran filmmaker Basu Chatterjee dies at 90


from Divya Bhaskar https://ift.tt/3gUmeju
https://ift.tt/2XwK7WO

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...