Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/2_1591255251.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/2_1591255251.jpg. Show all posts

Thursday, June 4, 2020

શાહરુખની આગામી ફિલ્મના ડિરેક્ટર, રાઈટર તથા સિનેમેટોગ્રાફર ફાઈનલ, નોન ડિસક્લોઝર એગ્રીમેન્ટ સાઈન થઈ રહ્યાં છે

લૉકડાઉનમાં શાહરુખ ખાન એક બાજુ કોરોના વોરિયર્સ તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે તો બીજી બાજુ પોતાના નેકસ્ટ પ્રોજેક્ટ માટે ક્રિએટિવ ટીમ પણ ફાઈનલ કરી રહ્યો છે. શાહરુખના નિકટના સૂત્રોએ સ્વીકાર્યું છે કે એક્ટરે પોતાની નેકસ્ટ ફિલ્મ માટે ડિરેક્ટર, રાઈટર, સિનેમેટોગ્રાફર ફાઈનલ કરી લીધા છે. ચર્ચા છે કે આ ફિલ્મને રાજકુમાર હિરાની ડિરેક્ટ કરશે.

ઓગસ્ટના પહેલાં અઠવાડિયે ફિલ્મની જાહેરાત થશે
હાલમાં તમામ પાસે NDA (નોન ડિસક્લોઝર એગ્રીમેન્ટ) સાઈન કરાવવામાં આવી રહ્યાંછે. સૂત્રોના મતે, આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ માટે નથી. આ શાહરુખની ફૂલ લેન્થ ફિલ્મ છે. આ ફિલ્મ કઈ છે, ડિરેક્ટર કોણ છે, આ તમામ બાબતોની જાહેરાત ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે. ત્યાં સુધી આ પ્રોજેક્ટને લઈ ઘણી જ ગોપનીયતા રાખવામાં આવી રહી છે.

સૂત્રોના મતે, યોગ્ય સમયે આ માહિતીને બહાર પાડવામાં આવશે. લૉકડાઉન પૂરી રીતે ખૂલ્યાં બાદ જ શાહરુખ ખાનની ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

ટ્રેડ પંડિતોએ કહ્યું, ડિરેક્ટર હિરાની જ છે
દિવ્ય ભાસ્કરે ટ્રેડ પંડિતો સાથે પણ શાહરુખના આગામી પ્રોજેક્ટને લઈ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પષ્ટ રીતે એમ કહ્યું હતું કે ડિરેક્ટર રાજકુમાર હિરાની જ છે. હિરાની સાથે જ શાહરુખ એક મહત્ત્વની ફિલ્મ કરી રહ્યો છે. હિરાની સાથે પણ NDA સાઈન કરવામાં આવ્યો છે.

ફિલ્મની વાર્તા સરકારની જન કલ્યાણકારી યોજના પર
ટ્રેડ પંડિતોના મતે, આ ફિલ્મ સોશિયલ સટાયર છે. સરકાર દ્વારા ચલાવાતા વિવિધ જન કલ્યાણકારી અભિયાનમાંથી કોઈ એક પર ફિલ્મની વાર્તા આધારિત છે. અક્ષય કુમારની ‘ટોયલેટઃ એક પ્રેમકથા’ હતી, તે જ રીતે શાહરુખની ફિલ્મ કોઈ કેમ્પેઈન બેઝ્ડ હશે. સરકારી કેમ્પેઈનને પસંદ કરવાનું ખાસ કારણ પણ છે. ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ હિરાની સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે સામાજિક સબ્જેક્ટ પર તેઓ ફિલ્મ બનાવે.

‘સંજૂ’ પછી શાહરુખ-હિરાની વચ્ચે વાતચીત
ટ્રેડ પંડિતોના મતે, ‘હિરાનીની સાથે શાહરુખની વાતચીતની શરૂઆત ફિલ્મ ‘સંજૂ’ પછીથી થવા લાગી હતી. ફિલ્મ પૂરી રીતે શાહરુખના પાત્રન આસપાસ હશે. આમ તો હિરાનીની ફિલ્મમાં એક્ટ્રેસનો રોલ મહત્ત્વનો હોતો નથી. ચર્ચા હતી કે હિરાની પહેલીવાર શાહરુખ માટે અન્ય કોઈ રાઈટરે લખેલી ફિલ્મ ડિરેક્ટ કરશે. જોકે, આવું નથી. તેઓ પોતાની જ લખેલી ફિલ્મ પર કામ કરી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Director, writer and cinematographer of Shah Rukh's upcoming film Final, Non Disclosure Agreement is being signed


from Divya Bhaskar https://ift.tt/373e2Jh
https://ift.tt/2A36x94

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...