Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/4-6-1_1591259344.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/4-6-1_1591259344.jpg. Show all posts

Thursday, June 4, 2020

‘ગલી બોય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદીએ સિંગર તરીકે ડેબ્યુ કર્યું, જાતે લખેલ સોન્ગ ધૂપને આશાનું કિરણ ગણાવ્યું

‘ગલી બોય’ફિલ્મથી ડેબ્યુ કરનાર એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ હવે સિંગર તરીકે ડેબ્યુ કર્યું છે. કોરોના મહામારીને કારણે ફિલ્મ્સના શૂટિંગ બંધ છે. લોકડાઉનમાં ઘરે રહીને લોકોને આશાની કિરણ આપવા માટે સિદ્ધાંતે સિંગર તરીકે ડેબ્યુ કર્યું છે. ધૂપ નામનું સોન્ગ સિદ્ધાંતે જાતે લખ્યું છે અને ગાયું પણ છે.

આ સોન્ગને સિદ્ધાંત ચતુર્વેદીએ લોકડાઉનમાં ઘરે જ પરિવારની મદદથી શૂટ કર્યું હતું. આ સોન્ગને ડોગીક નામના મ્યુઝિક પ્રોડ્યુસર અને કમ્પોઝરે બનાવ્યું છે. આ પહેલાં હાલના આ કઠિન સમયમાં માધુરી દીક્ષિતે પણ આશાનું એક સોન્ગ કેન્ડલ રિલીઝ કર્યું હતું. માધુરીએ પણ આ સોન્ગથી ડેબ્યુ કર્યું હતું. આ મ્યુઝિક વીડિયોનું ફર્સ્ટ લુક શેર કરતા સિદ્ધાંતે અગાઉ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, કોઈપણ વસ્તુ આપણા સનશાઇનને બ્લોક કરી શકે એમ નથી.

સિદ્ધાંત ચતુર્વેદીની અપકમિંગ ફિલ્મ બંટી ઔર બબલી 2 છે. આ ફિલ્મ 26 જૂનના રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે હવે ફેરફાર થશે. આ ફિલ્મમાં રાની મુખર્જી, સૈફ અલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી અને ડેબ્યુ એક્ટ્રેસ શરવરી વાઘ લીડ રોલમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Siddhant Chaturvedi reveals his debut song Dhoop


from Divya Bhaskar https://ift.tt/2U9d20Y
https://ift.tt/2MpL3G8

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...