Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/5_1591267233.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/5_1591267233.jpg. Show all posts

Thursday, June 4, 2020

રોનિત રોયે કહ્યું, ‘જાન્યુઆરીથી કોઈ કમાણી થઈ નથી, માર્ચથી બિઝનેસ ઠપ્પ છે, ઘરનો સામાન વેચીને 100 પરિવારની મદદ કરી રહ્યો છું’

કોરોનાવાઈરસને કારણે એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. છેલ્લાં થોડાં સમયમાં કામ ના મળવાને કારણે ટીવી એક્ટર મનમીત ગરેવાલ તથા એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ આત્મહત્યા કરી હતી. આવા સમયે એક્ટર રોનિત રોયે એક ઈન્ટરવ્યૂમાં ઈન્ડસ્ટ્રીના ખરાબ સમયની વાત કરી હતી. તેમણે લૉકડાઉનને કારણે પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આર્થિક સ્થિતિ તંગ બની
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રોનિતે કહ્યું હતું, ‘આ વર્ષે જાન્યુઆરી મહિનાથી કોઈ કમાણી થઈ નથી. હું નાનકડો બિઝનેસ કરું છું પરંતુ આ બિઝનેસ માર્ચ મહિનાથી બંધ છે. મારી પાસે જે પણ છે, તે વેચીને 100 પરિવારની મદદ કરી રહ્યો છું. આ પરિવારની જવાબદારી મેં લીધી હતી. હું કંઈ બહુ પૈસાદાર વ્યક્તિ નથી પરંતુ હું મારી રીતે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

પ્રોડક્શન હાઉસને લઈ આ વાત કરી
વધુમાં રોનિતે કહ્યું હતું, ‘પ્રોડક્શન હાઉસ તથા ચેનલે પણ થોડી ઘણી મદદ કરવી જોઈએ. આ લોકોની મોટી અને ભવ્ય ઓફિસ બે કિમી દૂરથી દેખાતી હોય છે. ઈન્ડસ્ટ્રીમાં 90 દિવસ પછી ફી આપવાનો નિયમ છે. જ્યારે અમે કોઈ કોન્ટ્રાક્ટ સાઈન કરીએ તો તેમાં એ વાત સ્પષ્ટ રીતે લખેલી હોય છે કે પેમેન્ટ 90 દિવસ પછી મળશે. જોકે, આવા સમયે તમામનું કામ અટકેલું છે. પ્રોડક્શન હાઉસે સમજવું જોઈએ કે કલાકારો તથા અન્યને રોજિંદા ખર્ચ માટે પૈસાની જરૂર પડશે. તેઓ એક્સ્ટ્રા પૈસા તો આપી શકતા નથી પરંતુ જે પૈસા આપવાના બાકી છે, તે તો આપવા જ જોઈએ. ’

આત્મહત્યા કોઈ ઉકેલ નથી
રોનિતે લૉકડાઉનમાં કામ ના મળવા પર સુસાઈડ કરતા એક્ટર્સ અંગે કહ્યું હતું, ‘આત્મહત્યા કરવી કોઈ સમસ્યાનો ઉકેલ નથી. મારી પહેલી ફિલ્મ ‘જાન તેરે નામ’ 1992માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મે સિલ્વર જુબલી મનાવી હતી, આજના સમયે આ ફિલ્મ 100 કરોડની ફિલ્મ કહેવાય. મારી ડેબ્યૂ ફિલ્મ આ લેવલની હતી. જોકે, છ મહિના પછી મને કામને લઈ એક પણ ફોન આવ્યો નહીં. હું ચાર વર્ષ સુધી ઘરે બેસી રહ્યો. મારી પાસે નાનકડી કાર હતી પરંતુ પેટ્રોલના પૈસા નહોતાં. હું મારી માતાના ઘરે ચાલીને જમવા માટે જતો હતો. આ બધું મારી ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થઈ ગઈ પછી થયું હતું. જોકે, મેં આત્મહત્યા કરી નહોતી. પૈસાની તંગીને કારણે પોતાનો જીવ લઈ લેવો એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
tv actor Ronit Roy opens up about financial crisis


from Divya Bhaskar https://ift.tt/2A04PFB
https://ift.tt/30ebQgy

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...