Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/8_1591276475.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/8_1591276475.jpg. Show all posts

Thursday, June 4, 2020

રાજુ શ્રેષ્ઠે કહ્યું, ‘હું સેટ પર મોડો આવતો તો બાસુ દા મારી પાસે માલિશ કરાવતા’

‘છોટી સી બાત’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ આપનાર વરિષ્ઠ ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું આજે (ચાર જૂન) નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. એક્ટર રાજુ શ્રેષ્ઠ એટલે કે માસ્ટર રાજુએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બાસુ ચેટર્જીને યાદ કર્યાં હતાં.

બાસુ દા સાથે ચાર ફિલ્મ કરી
રાજુ શ્રેષ્ઠેકહ્યું હતું, ‘હું મારી જાતને બહુ જ ભાગ્યશાળી માનું છું. મેં બાસુ દા તથા ગુલઝાર ભાઈની સાથે કામ કર્યું છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ સૌથી સારો રહ્યો છે. તે બંનેમાં એ આવડત હતી કે તેઓ એક્ટર પાસેથી બહુ જ સરળતાથી કામ કઢાવી લેતાં હતાં. કેમેરા છુપાવીને રાખતા હતાં અને એક્ટર્સનો સીન શૂટ કરી લેતા હતાં. મેં મારી કરિયરમાં 250-300 જેટલી ફિલ્મ કરી છે. તેમાંથી સૌથી વધુ યાદગાર અનુભવ બાસુ દાની ફિલ્મમાં કામ કરવાનો રહ્યો છે. બાસુ દા સાથે મેં ચાર ફિલ્મ કરી છે.’

મજાક-મજાકમાં ફિલ્મ શૂટ થઈ જતી
‘ખટ્ટા મીઠ્ઠા’માં સિંગલ શિડ્યૂઅલ હતું. આ ફિલ્મનું શૂટિંગ પંચગીનીમાં થયું હતું. ‘ચિતચોર’માં પણ સિંગલ શિડ્યૂઅલ હતું. આ જ રીતે ‘ચક્રવ્યૂહ’માં પણ અમે દાદરના શિવાજી પાર્કના એક બંગલામાં એક શિડ્યૂઅલમાં શૂટિંગ પૂરું કર્યું હતું. તે જ બંગલામાં અમે ‘હમારી બહૂ અલકા’નું પણ શૂટિંગ કર્યું હતું. આ તમામ ફિલ્મમાં અમે હસતા હસતા શૂટિંગ કર્યું હતું. ગુલઝાર ભાઈ સાથે પણ આમ થતું. તેઓ ક્યારે કામ કરતા અને ક્યારે ડિરેક્ટ કરતા તેનું અંતર ક્યારેય ખબર પડતી નહીં. આ જ કારણથી તેમની ફિલ્મમાં કલાકારોની કેમિસ્ટ્રી તદ્દન અલગ જ જોવા મળતી. એમની ફિલ્મમાં લાગે જ નહીં કે લોકો કેમેરાની સામે એક્ટિંગ કરી રહ્યાં છે.’

કેન્ડિડ શોટ સહજતાથી લેતા
‘બાસુ દા એક એવા ડિરેક્ટર હતા, જે મુંબઈની બેસ્ટની બસોમાં લવ સ્ટોરી બનાવી દેતા હતાં. આ કામ આજની તારીખમાં મોટામાં મોટા ડિરેક્ટર પણ આટલા મુશ્કેલ માહોલમાં આટલી પ્રેમાળ લવ સ્ટોરી વર્ણવી શકે નહીં. લોકલ ટ્રેનમાં ધક્કા ખાતા બહુ જ સહજતાથી લવ સ્ટોરી બનાવી દેતા. તેઓ કેમેરો છુપાવીને કેન્ડિડ શોટ લેતા હતાં. આવું આજે પણ થાય છે પરંતુ આજની ફિલ્મમાં આ પ્રકારના શૂટમાં એફર્ટ જોવા મળે છે પરંતુ બાસુ દાની ફિલ્મમાં આ બધું જ એફર્ટલેસ જોવા મળતું. પછી તે કરન જોહરની ગ્લૌસી ફિલ્મ હોય કે અનુરાગ કશ્યપની ડાર્ક જોનરની ફિલ્મ. તમને એ વાત ફીલ થાય કે અહીંયા સુંદરતા કે ગંદગી ઈરાદા સાથે બતાવવામાં આવી છે પરંતુ બાસુ દાની ફિલ્મમાં ક્યારેય આવું લાગે નહીં.’

ફિલ્મમાં ફ્લેટ બતાવવામાં આવતો
‘તેમની ફિલ્મમાં ફ્લેટ રહેતો. મધ્યમ વર્ગીય પરિવારની વાર્તા રહેતી. જોકે, બે ફિલ્મ અમે દાદર શિવાજી પાર્કમાં શૂટ કરી હતી, તેમાં બંગલો બતાવવામાં આવ્યો હતો, આમાં ‘ખટ્ટા મીઠા’ સામેલ છે. એક વાત એ પણ છે કે ફ્લેટમાં એઝ અ ફ્લેટ તરીકે શૂટિંગ કરી શકાય નહીં. ઋષિકેશ દાની ફિલ્મની વાત કરીએ તો તેમની ફિલ્મ પણ બંગલામાં શૂટ થતી હતી કે પછી સેટ બનાવવામાં આવતો. પછી તે ‘બાવર્ચી’, ‘નમક હરામ’, ‘આનંદ’ કોઈ પણ ફિલ્મ જોઈ લો. ‘ગુડ્ડી’ જોવામાં આવે તો પણ બંગલો હતો કે પછી સેટ બનાવવામાં આવતો. આમ એટલા માટે કે કોઈ રિયલ ફ્લેટમાં કેમેરા, મોનીટર, લાઈટ આ બધું લઈને શૂટિંગ કરી શકાય નહીં.’

‘ચિતચોર’માં ઝરીના વહાબ સાથે માસ્ટર રાજુ (રાજુ શ્રેષ્ઠ)

‘ચિતચોર’ માટે પહેલી વાર ના પાડી હતી
‘સૌથી સારી વાત એ છે કે ‘ચિતચોર’ માટે જ્યારે મને ફોન આવ્યો ત્યારે રાજશ્રી પ્રોડક્શન સાથે મારો ગોલ્ડન પીરિયડ ચાલતો હતો. તે સમયે હું એક દિવસમાં ત્રણ-ત્રણ ફિલ્મના શૂટિંગ કરતો હતો. ‘ચિતચોર’ને રાજશ્રી પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી હતી. તેઓ એ પ્રકારની ફિલ્મ બનાવતા નહોતા, જે પ્રકારની ફિલ્મ હું કરતો હતો. તે સમયે હું પ્રમોદ ચક્રવર્તી, પ્રકાશ મહેરા, બચ્ચન સાહબ તથા જીતેન્દ્રની જેમ હું પણ કર્મશિયલ ફિલ્મ કરતો હતો. રાજશ્રી પ્રોડકશન તરફથી મને ફોન આવ્યો હતો, પહેલીવાર મેં ના પાડી દીધી હતી. જોકે, પછી બાસુ દાએ મને સમજાવ્યો હતો કે આ અલગ પ્રકારનો રોલ છે. પછી મેં તે ફિલ્મમાં કામ કર્યું હતું. નવાઈની વાત એ છે કે મને આ ફિલ્મ માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો.’

‘તે સમયે મસાલા ફિલ્મ ચાલતી પરંતુ બાસુદાની ફિલ્મના લૉયલ દર્શકો હતો. આ દર્શકો થિયેટરમાં જઈને તે પ્રકારની દુનિયા જોતી હતી.’

ક્રિકેટ રમતા રમતા એક્ટિંગ કરતા
‘તેમના સેટ પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નહીં. ‘ખટ્ટા મીઠ્ઠા’ ફિલ્મનું શૂટિંગ જ્યારે થતું ત્યારે અમે સેટ પર ક્રિકેટ રમતા હતાં. ક્રિકેટથી ફ્રી થતા ત્યારે બાસુ દા કહેતા ચાલો શોટ માટે તૈયાર થઈ જાઓ. મને યાદ છે કે હું બેટિંગ કરતો હતો અને બાસુ દા બોલિંગ કરતા હતાં. ફિલ્મના પ્રોડ્યૂસર ગુલ આનંદ ફિલ્ડિંગ કરતા હતાં. મારો શોટ તૈયાર હતો. આ સમયે આસિસ્ટન્ટ, બાસુ દાને બોલાવવા આવ્યા તો તેમણે એવું કહ્યું કે થોડીવાર રાહ જુઓ, તે બેટિંગ કરે છે. ત્યારબાદ એ શોટ આપશે. તમે જોશો કે બાસુ દાએ આ ફિલ્મમાં મારી પાસે કેવું કામ કરાવ્યું છે. તેમની ફિલ્મ તાજગીસભર લાગતી. ગુલઝાર સાહબની ફિલ્મમાં પણ તાજગી જોવા મળતી. મને ફિલ્મ ‘કિતાબ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને ગુલઝાર ભાઈએ ડિરેક્ટ કરી હતી અને નેશનલ અવોર્ડ ‘ચિતચોર’ માટે મળ્યો હતો. આ ફિલ્મ બાસુ દાએ ડિરેક્ટ કરી હતી. તે કમાલના વ્યક્તિ હતાં. જો શૂટિંગના બ્રેકમાં હું મોડો પડું તો મારી પાસે માલિશ કરાવતા. તેમની દીકરી સાથે એક સિરિયલમાં કામ કર્યું હતું. તેમની દીકરી રૂપાલીએ દુલાલ ગુહાના દીકરા સાથે લગ્ન કર્યાં છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
raju shrestha remembered a basu chatterjee


from Divya Bhaskar https://ift.tt/3dxeaU1
https://ift.tt/3dw0ZTi

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...