Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/9_1591279136.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/9_1591279136.jpg. Show all posts

Thursday, June 4, 2020

અનિલ ધવન તથા ઝરીના વહાબે બાસુ ચેટર્જીના જીવન સાથે સંકળાયેલા રસપ્રદ વાતો શૅર કરી

‘છોટી સી બાત’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મના સર્જક વરિષ્ઠ ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું આજે (ચાર જૂન) નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. અનિલ ધવન તથા ઝરીના વહાબે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બાસુ દા સાથેના સંકળાયેલા ખાસ કિસ્સા શૅર કર્યાં હતાં.

આજે પણ એમની ફિલ્મો હાલના સમય સાથે અનુરૂપ છે
અનિલ ધવને કહ્યું હતું, ‘બાસુ ચેટર્જીની ફિલ્મ આજે પણ જોવાય છે. મેં તેમની સાથે ‘પિયા કા ઘર’ કરી હતી. તે સમયે અમે ઈન્ડસ્ટ્રીમાં નવા હતાં. બાસુ દા અમને દરેક બાબત પ્રેમથી સમજાવતા હતાં. તે સમયે ફિલ્મમાં જે પરિસ્થિતિ બતાવવામાં આવી હતી, તે ત્યારે પણ હતી અને આજે પણ છે. આજે પણ એક રૂમમાં પૂરો પરિવાર રહે છે. ઘરનો છોકરો લગ્ન નથી કરી શકતો કે કારણ કે એક રૂમમાં બાળકો-પત્નીને કેમ ના રાખે. પબ્લિક ટોયલેટ યુઝ કરે છે, કારણ કે બાથરૂમ નથી અને આ તમામ પ્રકારની મુશ્કેલી આજે પણ મુંબઈમાં છે. આજે પણ પરિવાર એક રૂમમાં રહે છે. તે ફિલ્મને જોઈને દરેક વ્યક્તિને લાગે કે તે પોતાની વાત છે. આ ફિલ્મના શૂટિંગમાં અનેક અડચણો સામે આવી હતી. આ ફિલ્મનું ગીત રિયલ ટ્રાફિકમાં શૂટ કરવામાં આવ્યું હતું. અહીંયા કેમેરો છુપાવીને શૂટિંગ કરવામાં આવતું. આજના સમયમાં આ વાત શક્ય નથી. બાસુ ચેટર્જીની એક વાત મને બહુ ગમતી કે તે હંમેશાં હસીને કહેતા કે જલ્દી જલ્દી શૂટિંગ પૂરું કરો અને જેટલું જલ્દી શૂટિંગ પૂરું કરશો એટલી જલ્દી તમને ઘરે જવા દઈશ. આ સાંભળીને હું હસી પડતો.

‘પિયા કા ઘર’ના સેટ પર જયા બચ્ચન, અનિલ ધવન તથા બાસુ દા

બાસુ દાએ કહ્યું હતું, જે શીખીને આવ્યા, તે બધું જ ભૂલી જાઓ
વધુમાં અનિલ ધવને કહ્યું હતું, ‘મને યાદ છે કે ‘પિયા કે ઘર’ના શૂટિંગ સમયે હું અને જયા ભાદુરી (જયા બચ્ચન) અમે બંને ઈન્સ્ટિટ્યૂટમાંથી ભણીને આવ્યા હતાં. બાસુ દાએ અમને સલાહ આપી હતી કે તમે જે પણ ભણીને તથા શીખીને આવ્યા છો તે બધું હવે ભૂલી જાઓ. તે જેવું કહેતા, અમે એવું જ કરતાં. ફિલ્મ ઘણી જ હિટ ગઈ અને લોકોએ ફિલ્મને ઘણો જ પ્રેમ આપ્યો હતો. જ્યારે પણ કોઈ સીન સારો કરતાં તો બાસુ દા બહુ જ વખાણ કરતાં હતાં. મને બાસુ દાની ‘રજનીગંધા’ પણ ઘણી જ ગમતી હતી.’

ઝરીના વહાબે શું કહ્યું?
ઝરીના વહાબે બાસુ દાને યાદ કરીને કહ્યું હતું, ‘બાસુ ચેટર્જીના નિધન પર મને બહુ જ દુઃખ છે. મારી પહેલી લીડ એક્ટ્રેસ ફિલ્મના તેઓ ડિરેક્ટર હતાં. તેમને બે વર્ષ પહેલાં છેલ્લીવાર મળી હતી. અમોલ પાલેકર પોતાની પત્ની સાથે પુણેથી મુંબઈ આવ્યા હતાં. તે સમયે અમે ગેટ ટૂગેધર રાખ્યું હતું. અમે સાથે જમ્યાં હતાં અને પછી બધા બાસુ દાને મળવા ગયા હતાં. તે ઉંમરમાં પણ તેઓ એકદમ ફિટ હતાં અને અમને બધાને મળીને ખુશ હતાં.’ નોંધનીય છે કે ઝરીના વહાબે બાસુ દાની ‘ચિતચોર’માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. આ પહેલાં ઝરીનાએ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ તથા ‘અનોખા’માં સપોર્ટિંગ રોલ કર્યો હતો.

‘ચિતચોર’ના એક સીનમાં અમોલ પાલેકર, ઝરીના વહાબ તથા માસ્ટર રાજુ

સેટ પર રૂમાલ ચાવતા હતા
વધુમાં ઝરીનાએ કહ્યું હતું, ‘બાસુ ચેટર્જી ઘણાં જ ખુશ મિજાજ વ્યક્તિ હતાં. તેઓ સેટ પર ક્યારેય બૂમો પાડતા નહીં. મને એક વાત યાદ છે કે બાસુ દા ઘણીવાર સેટ પર રૂમાલ ચાવતા હતાં. હું હંમેશાં હસીને કહેતી કે તમે ગાયની જેમ રૂમાલ કેમ ચાવો છો. તેમની એક ખૂબી હતી કે તેઓ એકદમ રિયાલિસ્ટિક ફિલ્મ બનાવતા હતાં.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anil Dhawan and Zarina Wahab share interesting stories related to Basu Chatterjee's life


from Divya Bhaskar https://ift.tt/36X8vnI
https://ift.tt/2Xy4bs4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...