Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/bharti-singh1591178393_1591264120.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/04/bharti-singh1591178393_1591264120.jpg. Show all posts

Thursday, June 4, 2020

ભારતી સિંહે તેના સ્ટાફ મેમ્બર્સ માટે PPE કિટ ઓર્ડર કરી, કહ્યું -તેમનું ધ્યાન રાખવું અમારી જવાબદારી છે

હાલ મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને 16 પેજની ગાઇડલાઇન સાથે શૂટિંગ કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ કોમેડિયન ભારતી સિંહે પણ શૂટિંગની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ તેણે દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું કે, તેણે તેના ટીમ મેમ્બર્સ માટે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટનો ઓર્ડર પણ આપી દીધો છે.

ભારતીએ કહ્યું કે, અમારો સ્ટાફ અમારી જવાબદારી છે. તેમના વિશે જ્યારે વિચારું છું ત્યારે લાગે છે કે કામ જલ્દી શરૂ થઇ જવું જોઈએ. ભગવાનની દયાથી અમે થોડા પૈસા કમાયા છે જેને લીધે 2 મહિના સુધી જો લોકડાઉન વધી પણ જાય તો વધારે તકલીફ નહીં પડે. એ લોકોનું શું જે રોજની કમાણી પર જીવતા હોય? હું મારા સ્ટાફ મેમ્બર્સને પૂરું પેમેન્ટ આપી રહી છું. બની શકે એટલી એમની મદદ કરું. જેવી રીતે ખુદનું ધ્યાન રાખી રહી છું એવી જ રીતે પ્રયત્ન કરું છું કે એમનું ધ્યાન રાખી શકું.

ઘણા લોકોની નોકરી જવાની સંભાવના
ભારતીએ જણાવ્યું કે, હવે જ્યારે શૂટિંગ શરૂ થવાનું છે ત્યારે મેં નક્કી કર્યું છે કે મારા સ્ટાફ મેમ્બર્સને સારામાં સારી PPE કિટ આપીશ જેથી તે લોકો સુરક્ષિત રહે. અમે આ કિટ્સનો ઓર્ડર પણ આપી દીધો છે. ગાઇડલાઇન મુજબ અમારે ઘરથી જ મેકઅપ કરીને જવાનું છે જેથી સેટ પર વધારે લોકો ન હોય. આવામાં ઘણા લોકોની નોકરી જવાની સંભાવના છે. મેં અને હર્ષે (ભારતીના પતિ) નક્કી કર્યું છે કે અમે તેમને ઘરે બોલાવીશું અને મેકઅપ કરાવશું જેથી તેમને પૈસા મળતા રહે. હર્ષના લગભગ 5 સ્ટાફ મેમ્બર્સ છે, મારા ઓછામાં ઓછા 7થી 8 મેમ્બર્સ છે. તેમનું ધ્યાન રાખવું અમારી જવાબદારી છે.

ઘરમાં શૂટિંગ કરી રહી હતી
લોકડાઉન વચ્ચે ભારતી અને તેના પતિએ હમ તુમ ઔર ક્વોરન્ટીન શોની શરૂઆત કરી હતી. આ શોનું શૂટિંગ તેઓ જાતે ઘર પર જ કરતા હતા. આ સિવાય લોકડાઉન પહેલાં તેઓ કલર્સ પર શો ખતરા ખતરા ખતરા પણ કરી રહ્યા છે. આ શોનો પ્રોડ્યુસર હર્ષ છે. શૂટિંગની પરમિશન મળવા પર ભારતી રોજમદાર શ્રમિકો પર જ પૂરું ધ્યાન આપી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bharti Singh ordered PPE kit for her staff members, said 'It is our responsibility to take care of them'


from Divya Bhaskar https://ift.tt/3gSXQPq
https://ift.tt/3gPyGB7

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...