Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/05/5-6_1591350426.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/05/5-6_1591350426.jpg. Show all posts

Friday, June 5, 2020

માધુરીએ કહ્યું, માણસોએ પર્યાવરણને હાનિ પહોંચાડી, કાજોલે વૃક્ષારોપણનો ફોટો શેર કર્યો, અન્ય સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે સેલેબ્સે સોશિયલ મીડિયા પર વિવિધ મેસેજ સાથે પોસ્ટ શેર કરી છે. માધુરી દીક્ષિત, અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, કાજોલ, શ્રદ્ધા કપૂર, અથિયા શેટ્ટી સહિત ઘણા સેલેબ્સે પર્યાવરણનું મહત્ત્વ સમજાવીને પોસ્ટ શેર કરી છે.

માધુરી દીક્ષિત
માધુરીએ લોકડાઉન પહેલાંનો અને પછીનો એક વીડિયો શેર કરીને લખ્યું કે, માણસોએ બધું કેટલું કોપ્મ્લીકેટ કરી નાખ્યું છે. આ પ્રી અને પોસ્ટ લોકડાઉનના દ્રશ્યો સાબિતી છે કે હજુ મોડું નથી થયું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર હું આશા રાખું છું કે, આપણે આપણા કાર્યો દ્વારા મધર અર્થને મેન્ટેન કરી શકીએ.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે તેની મેટલ બોટલ, લાકડાનું બ્રશનો ફોટો શેર કરીને લખ્યું કે, છેલ્લા થોડાક વર્ષમાં મારી જિંદગીમાં લાવેલ નાના પરિવર્તન આપણા પર્યાવરણનું જતન કરવામાં મદદરૂપ થાય છે.

અક્ષય કુમાર
અક્ષય કુમારે લખ્યું કે, આ પર્યાવરણ દિવસ ચાલો સાથે મળીને આપણા મધર અર્થ સાથેના બોન્ડને ફરી મજબૂત બનાવીએ.

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થે કાશ્મીરનો તેનો સાયકલિંગનો એક થ્રોબેક વીડિયો શેર કરીને દલાઈ લામાનો એક ક્વોટ પણ ટાંક્યો છે.

કાજોલ
કાજોલે તેનો વૃક્ષારોપણ કરતો ફોટો શેર કરી લખ્યું કે, તમે જે વાતાવરણ તૈયાર કર્યું છે એમાં જ તમારો અંત થશે, માટે તમારું વરાવરણ સુંદર હોય એની કાળજી રાખજો.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષીએ લખ્યું કે, માણસો અંદર તો પર્યાવરણ સુંદર. આ બધું જ્યારે પૂરું થાય ત્યારે આપણી જૂની આદતો તરફ ન વળીએ. એક નાનકડો પણ સજાગ બદલાવ તમારી લાઈફસ્ટાઈલનો પર્યાવરણ પર ઘણી મોટી અસર કરી શકે છે.

સંજય દત્ત
સંજયે દત્તે લખ્યું કે, હાલ જે કઠિન સમય આપણે ફેસ કરી રહ્યા છીએ એ નેચરનો મેસેજ છે કે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીએ. આપણે ઘણું નુકસાન ઓલરેડી કરી દીધું છે પણ દરેક વ્યક્તિનો એક નાનો સ્ટેપ પણ આપણા પર્યાવરણને બચાવી શકે છે.

અથિયા શેટ્ટી
અથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે રીસાઇકલ ,રીયુઝ અને રીડ્યુસની વાત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Celebs posts on World Environment Day


from Divya Bhaskar https://ift.tt/3eTQjy8
https://ift.tt/2XWv6wk

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...