Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/05/6_1591355925.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/05/6_1591355925.jpg. Show all posts

Friday, June 5, 2020

ચીનના અડધાથી વધુ થિયેટર્સ બંધ થવાની આશંકા, 20 ટકા છટણી બાદ પણ પરિસ્થિતિ મુશ્કેલભરી

કોરોનાવાઈરસને કારણે ચીનમાં લૉકડાઉન જાહેર કરવમાં આવ્યું હતું અને હવે, અહીંયાના હજારો થિયેટર્સ બંધ થાય તેવી શક્યતા છે. ચીન ફિલ્મ એસોસિયેશન (CFA), ચીન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન એન્ડ સ્ક્રીનિંગ એસોસિયેશન (CFDSA) તથા લીડિંગ સિનેમા ચેન વાંડાએ કરેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. આ સાથે જ ઈન્ડસ્ટ્રીની અંદર છટણી પણ શરૂ થઈ ગઈ છે.

187 થિયેટર્સમાં સર્વે કરવામાં આવ્યો
એપ્રિલના અંતમાં 187 થિયેટર્સના સર્વેના આધારે તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટના આંકડા નિરાશા ભરેલા છે. મહામારીને કારણે 40 ટકાથી વધુ થિયેટર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જો સર્વેના પરિણામો ચીનના થિયેટર્સ તથા બોક્સ ઓફિસના પૂર્વાનુમાન જોવામાં આવે તો હજારો સ્ક્રીન હંમેશાં માટે બંધ થઈ જશે અને મોટી સંખ્યામાં નોકરીઓ જશે.

42 ટકા થિયેટર્સ બંધ થવાનું જોખમ
સર્વેના મતે, માર્ચના અંત સુધીમાં 20 ટકા થિયેટર્સમાં સ્ટાફની છટણી થઈ ચૂકી હતી. આમાંથી મોટા ભાગના થિયેટર્સ સ્મોલ કે મીડિયમ સાઈઝના છે. આ થિયેટર્સની સિટિંગ કેપેસિટી 1000 કરતાં પણ ઓછી છે. 42 ટકા થિયેટર્સ પર બંધ થઈ જાય તેવું જોખમ રહેલું છે. માત્ર 10 ટકા થિયેટર્સને લઈ એવું અનુમાન કરવામાં આવ્યું છે કે તે ફેરફાર સાથે બીજીવાર શરૂ થઈ શકે છે.

કેટલાંક થિયેટર ફરીવાર બંધ થયા
ચીન સરકાર પોતાના એક સ્ટેટમેન્ટમાં કહી ચૂકી હતી કે જ્યાં કોરોનાવાઈરસનું જોખમ ઓછું છે, ત્યાં કેપેસિટી ઘટાડીને અને રોજ ડિસઈનફેક્ટિંગ મેજર્સ સાથે થિયેટર ફરીવાર ખોલી શકાય છે. જોકે, હજી સુધી આના પર પૂરો અમલ થઈ શક્યો નથી. રિપોર્ટ્સ પ્રમાણે, ચીનમાં જ્યાં કોરોનાનો ચેપ ઝડપથી ઓછો થયો તેવી કેટલીક જગ્યાએ થિયેટર ઓપન કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. જોકે, પછી એ ડરને કારણે થિયેટર બંધ કરી દેવામાં આવ્યા કે આ છૂટછાટને કારણે ચેપ ફરીથી પ્રસરી ના જાય.

સૌથી વધુ થિયેટર ચીનમાં
આખી દુનિયામાં સૌથી વધારે થિયેટર ચીનમાં છે. 2019માં અહીંયા 9708 નવી સ્ક્રીન શરૂ થઈ હતી. આ સાથે જ ચીનમાં કુલ 69787 સ્ક્રીન છે. જોકે, કોરોનવાઈરસને કારણે 23 જાન્યુઆરીના રોજ વુહાનને લૉકડાઉન કરવામાં આવ્યું ત્યારથી આ તમામ થિયેટર્સ બંધ છે.

વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બોક્સ ઓફિસ
અમેરિકા બાદ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બોક્સ ઓફિસ ચીનમાં જ છે. સરકારે એપ્રિલમાં પોતાના સત્તાવાર સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે મહામારીને કારણે બોક્સ ઓફિસને 30 બિલિયન યુઆન એટલે કે 32 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

એક્સપર્ટ્સ વ્યૂ
અમેરિકન ફિલ્મ એન્ડ એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટ વેરાયટી ડોટ કોમના મતે, ગયા વર્ષની તુલનામાં બોક્સ ઓફિસ કલેક્શન 66 ટકા ઓછું થયું છે. ગયા વર્ષે ચીન બોક્સ ઓફિસ પર 64.3 બિલિયન યુઆન (અંદાજે 68 હજાર કરોડ)ની કમાણી થઈ હતી તો આ વર્ષે માત્ર 28.1 બિલિયન યુઆન (અંદાજ 23 હજાર કરોડ)ની કમાણી થઈ શકે છે.

જોકે, ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલિસિસ્ટના મતે, થિયેટર ઓક્ટોબર સુધી ખુલી શકે છે, જેથી રેવન્યૂમાં 91 ટકા સુધીનો ઘટાડો જોવા મળશે. એટલે કે કમાણી 5.79 બિલિયન યુઆન એટલે કે લગભગ 6114 કરોડ રૂપિયા જ થશે.

બીજીવાર ટ્રેક પર આવતા છ મહિનાથી વધુનો સમય થશે
સર્વે પ્રમાણે, અડધાથી વધુ થિયેટર્સનું માનવું છે કે રી-ઓપનિંગ બાદ મહામારીના પહેલાંની પરિસ્થિતિમાં પહોંચતા 3-6 મહિનાનો સમય લાગી શકે છે. 37 ટકા થિયેટર્સનું અનુમાન છે કે આમાં છ મહિનાથી વધુનો સમય લાગી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
lock down effect Thousands of China's movie screens could be shut forever


from Divya Bhaskar https://ift.tt/3eTSaTA
https://ift.tt/3eVz2nU

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...