સુસ્મિતા સેન ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. તેની પહેલી વેબ સીરિઝ ‘આર્યા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સીરિઝ હોટ સ્ટાર પર 19 જૂને સ્ટ્રીમ કરવામાં આવશે. આ સીરિઝ ડચ ક્રાઈમ થ્રીલર ‘પેનોઝા’ની રિમેક છે.
શું છે ટ્રેલરમાં?
આ થ્રિલર વેબ સીરિઝમાં સુસ્મિતા સેને આર્યા નામની મહિલાનો રોલ પ્લે કર્યો છે. આર્યા પતિ તથા બાળકો સાથે રહે છે. જોકે, આર્યાને ખ્યાલ નથી કે તેનો પતિ દવાઓ વેચવાના બહાને ડ્રગ્સનો વેપાર કરે છે. આર્યા પોતાનો પૂરો સમય પરિવારને આપે છે. જોકે, એકવાર તેના પતિ પર અટેક થાય છે ત્યારે તેના પતિના સાચા ધંધાની જાણ થાય છે. આર્યા પરિસ્થિતિને પોતના હાથમાં લે છે. તે હવે પતિનો બિઝનેસ સંભાળે છે અને ડોન બની જાય છે. ટ્રેલરમાં સુસ્મિતાના રોલના અનેક રંગો જોવા મળે છે. તે પોતાના પરિવારને બચાવવા ગમે તે હદ સુધી જવા તૈયાર છે.
આ સીરિઝમાં સુસ્મિતાની સાથે ચંદ્રચૂડ સિંહ, સિકંદર ખેર, નામિત દાસ સંગ છે. આ સીરિઝને ‘નીરજા’ ફૅમ ડિરેક્ટર રામ માધવાનીએ ડિરેક્ટ કરી છે.
2010માં હિંદી ફિલ્મમાં જોવા મળી હતી
સુસ્મિતા સેન છેલ્લે વર્ષ 2010માં હિંદી ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’માં જોવા મળી હતી. વર્ષ 2015માં બંગાળી ફિલ્મ ‘નિર્બાક’માં જોવા મળી હતી. આ ફિલ્મથી સુસ્મિતાએ બંગાળી ડેબ્યૂ કર્યું હતું.
અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે
સુસ્મિતા સેન સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે ચાહકો માટે ફિટનેસ વીડિયો પોસ્ટ કરતી હોય છે. સુસ્મિતાના સંબંધો હાલમાં તેનાથી 15 વર્ષ નાના રોહમન શૉલ સાથે છે. બંને હાલમાં એકબીજાને ડેટ કરે છે અને બંને સોશિયલ મીડિયામાં એકબીજાની તસવીરો પોસ્ટ કરે છે. સુસ્મિતાની બંને દત્તક દીકરીઓને રોહમન શૉલ સાથે સારું બને છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zWIhFX
https://ift.tt/2Xy7MpP