Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/05/kangana1591275280_1591344682.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/05/kangana1591275280_1591344682.jpg. Show all posts

Friday, June 5, 2020

‘થલાઈવી’ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ ન થઇ શકે, કંગના રનૌતે કારણ જણાવ્યું

લોકડાઉનને કારણે ઘણી મોટી ફિલ્મોની રિલીઝ ટાળી દેવાઈ છે તો અમુક ફિલ્મો એવી પણ છે જે OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. હાલમાં જ મેકર્સે ‘ગુલાબો સિતાબો’, ‘શકુંતલા દેવી’ અને ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે કંગનાએ તેની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની વાત પર નારાજગી વ્યક્ત કરી છે.

પિન્કવિલાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં OTT અને થિયેટર રિલીઝ થવા પર કંગનાએ તેના વિચાર રજૂ કર્યા હતા. તેણે કહ્યું કે, આ નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે ‘થલાઈવી’ ડિજિટલી રિલીઝ ન થઇ શકે કારણકે એ બિગ બજેટ ફિલ્મ છે અને ‘મણિકર્ણિકા’ પણ ડિજિટલ સ્પેસની ફિલ્મ નથી. પણ હા ‘પંગા’ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ પણ દર્શકોને દેખાડવામાં આવી હતી. જે રીતે ફિલ્મ બનાવવામાં આવી હતી તે ઘણી ડિજિટલ ફ્રેન્ડલી હતી. આ ફિલ્મોએ ડિજિટલ માધ્યમથી પણ સારી રિકવરી કરી હતી. તો માટે આ નિર્ભર કરે છે.

પહેલેથી જ સેટને નુકસાન થઇ ચૂક્યું છે
‘થલાઈવી’ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઇ ગયું છે પણ એક ભાગ હજુ બાકી છે. સંસદ ભવનનો સેટ હૈદરાબાદના સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યો હતો જ્યાં 45 દિવસનું શૂટિંગ કરવાનું હતું પણ લોકડાઉનને કારણે આવું ન થયું. સેટને મેન્ટેન કરવામાં મેકર્સને અત્યાર સુધી 5 કરોડનું નુકસાન થઇ ચૂક્યું છે. શૂટ ફરીવાર કરવા માટે સેટનું રિપેરિંગ કરવું પડશે. જેમાં એક મોટા બજેટની જરૂર પડશે.

‘થલાઈવી’ ફિલ્મ તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાની બાયોગ્રાફી છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. એએલ વિજયના ડિરેક્શનમાં બનેલ ફિલ્મની રિલીઝ ડેટ 26 જૂન રાખવામાં આવી હતી પરંતુ દેશની સ્થિતિને જોઈને આગળ કરવામાં આવશે. આ ફિલ્મના શૂટિંગનું એક શેડ્યુઅલ હજુ પણ બાકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Thalaivi' film cannot be released on OTT platform, Kangana Ranaut reveals the reason


from Divya Bhaskar https://ift.tt/3h69mHo
https://ift.tt/2XAi3ly

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...