એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ હવે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. તેણે ‘ધ સ્લીપવોકર્સ’ નામની શોર્ટ ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે અને તેણે જ આ ફિલ્મ લખી છે. આ ફિલ્મનું ટીઝર તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ફિલ્મમાં શાહના ગોસ્વામી અને ગુલશન મેરિડ કપલના લીડ કાસ્ટમાં છે.
View this post on InstagramHere is our teaser trailer!! #thesleepwalkers @psfilmfest
A post shared by Radhika (@radhikaofficial) on Jun 6, 2020 at 2:09am PDT
રાધિકાએ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, મેં એક નાની શોર્ટ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે. તમારી સાથે અમારી પહેલી શોર્ટ ફિલ્મ શેર કરવા ઉત્સાહિત છું. ધ સ્લીપવોકર્સની પામ સ્પ્રિંગ્સ ઇન્ટરનેશનલ શોર્ટફેસ્ટ 2020માં પસંદગી થઇ છે. અમે બેસ્ટ મિડનાઇટ શોર્ટ સેગમેન્ટની સ્પર્ધામાં છીએ. અમારી ફિલ્મ પબ્લિકલી સ્ટ્રીમ થવા માટે અવેલેબલ નથી પરંતુ અમારી પાસે એક નાનું ટ્રેલર છે. આ સફળ કરવા બદલ સૌનો આભાર.
View this post on InstagramA post shared by Radhika (@radhikaofficial) on Jun 6, 2020 at 1:25am PDT
આ શોર્ટ ફિલ્મને હની ત્રેહાન, અભિષેક ચૌબે અને લલિત પ્રેમ શર્માએ પ્રોડ્યુસ કરી છે. રાધિકાના મ્યુઝિશિયન પતિ બેનેડિક્ટ ટેલરે ફિલ્મના મ્યુઝિક પર કામ કર્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zZ9eJ5
https://ift.tt/2UeSyUw