Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/06/ss1591429800_1591442783.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/06/ss1591429800_1591442783.jpg. Show all posts

Saturday, June 6, 2020

લોસ એન્જલસમાં મોર્નિંગ વોક પર નીકળેલ સૌંદર્યા શર્માને રસ્તામાં પ્રદર્શનકારીઓની ભીડ મળી, એક્ટ્રેસે વીડિયો શેર કર્યો

લોકડાઉન પછીથી જ લોસ એન્જલસમાં ફસાયેલ સૌંદર્યા શર્મા સતત તેની અપડેટ આપી રહી છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે મોર્નિંગ વોક માટે નીકળી હતી અને રસ્તામાં જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ માટે વિરોધ કરી રહેલ લોકોની ભીડ દેખાઈ હતી.

શનિવારે સવારે સૌંદર્યાએ તેના ઇન્સ્ટા પર લોસ એન્જલસના રસ્તાનો વીડિયો શેર કર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા હતા. વીડિયો શેર કરી તેણે લખ્યું કે, આજે સવારે વોક દરમ્યાન મેં આ શાંતિપૂર્ણ પ્રદર્શન જોયું. આ વીડિયો બેવર્લી હિલ્સનો છે. માસ્ક લગાવીને સૌંદર્યાએ આખી પ્રોટેસ્ટનો નજારો બતાવ્યો હતો. તે સવારે નીકળી હતી ત્યારે તેણે ઇન્સ્ટા લાઈવ કર્યું હતું. આ પ્રદર્શન અમેરિકામાં પોલીસ કસ્ટડી દરમ્યાન આફ્રિકન અમરિકન જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ શરૂ કરવામાં આવ્યું છે.

લોકડાઉનમાં લોકોની મદદ કરી રહી છે
સૌંદર્યા લોસ એન્જલસમાં એક્ટિંગ વર્કશોપ કરી રહી છે. અચાનક લોકડાઉન થઇ જતા તે ભારત પરત આવી ન શકી. હવે તે ખુદ ગરીબોને જમાડવાનું કામ કરી રહી છે. ભાસ્કરને આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, મારા ઘરની આસપાસ મને અમુક જરૂરિયાતમંદ લોકો દેખાયા જે જમવાનું ન મળતા ઘણા પરેશાન હતા. તેઓ હંમેશાં જમવા માટે કમ્યુનિટી સેન્ટર અને શેલ્ટર હોમ પર નિર્ભર હતા પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે મેં તેમને જમવાના અભાવમાં ઘણા પરેશાન જોયા. માટે હું ઘરે જ જમવાનું બનાવીને તેમને ખવડાવી રહી છું. એક્ટ્રેસ 28 મેના રિલીઝ થયેલ વેબ સિરીઝ રક્તાંચલમાં દેખાઈ હતી. તેણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આનો બીજો ભાગ પણ આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actress soundarya sharma witnessed crowd of Protesters found on the morning walk in Los Angeles


from Divya Bhaskar https://ift.tt/30qX7iP
https://ift.tt/2A7TfIC

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...