Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/07/2_1591514070.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/07/2_1591514070.jpg. Show all posts

Sunday, June 7, 2020

‘ગુલાબો સિતાબો’ની રાઈટર જૂહી ચતુર્વેદી પર સ્ક્રિપ્ટ ચોરીનો આક્ષેપ, મેકર્સે આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો

બોલિવૂડ રાઈટર જૂહી ચતુર્વેદી પર સ્વર્ગીય રાઈટર રાજીવ અગ્રવાલના દીકરા અકીરાએ પોતાની વાર્તા ચોરી કરવાનો આક્ષેપમૂક્યો હતો. અકીરાનો આક્ષેપ છે કે જૂહીએ ‘ગુલાબો સિતાબો’ની ઉઠાંતરી કરી છે. જોકે, પ્રોડક્શન હાઉસે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. અકીરાના વકીલે ફિલ્મના પ્રોડ્યૂસર, ડિરેક્ટર તથા રાઈટરને નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂહી પર ફિલ્મ ‘ઓક્ટોબર’ની સ્ક્રિપ્ટ ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

શૂજીત સરકારના ડિરેક્શનમાં બનેલી ‘ગુલાબો સિતાબો’માં જૂહીએ સ્ટોરી લખી છે, સ્ક્રીનપ્લે તથા સંવાદો પણ જૂહીના જ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના પહેલી જ વાર કામ કરી રહ્યાં છે. રાઈઝિંગ સન ફિલ્મ્સે ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

અકીરાના વકીલ રિઝવાન સિદ્દીકીએ દાવો કર્યો છે કે રાજીવે સિનેસ્તાન ઈન્ડિયાઝ સ્ટોરીટેલર સ્ક્રિપ્ટ સ્પર્ધામાં પોતાની સ્ટોરી સબમિટ કરાવી હતી. આ સ્પર્ધામાં જૂહી ચતુર્વેદી જુરી મેમ્બર હતી. આ સ્ટોરી માર્ચ, 2018માં સબમિટ કરવામાં આવી હતી. તે જ વર્ષે 28 જૂને ફાઈનલ સ્ક્રિપ્ટ પણ સ્પર્ધામાં સબમિટ કરાવી હતી. તમામ જુરી મેમ્બર્સ સ્ક્રિપ્ટ્સનો ઉપયોગ કરી શકે તેમ હતાં.

વકીલના મતે, અકીરાએ જ્યારે ‘ગુલાબો સિતાબો’નું ટ્રેલર જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ ફિલ્મ તેના પિતાની સ્ટોરી સાથે એકદમ મળતી આવે છે. ફિલ્મની સ્ટોરી, બેકગ્રાઉન્ડ તથા ફિલ્મની થીમ એકદમ સમાન છે.

શનિવાર (6 જૂન)ના રોજ રાઈઝિંગ સન ફિલ્મ્સે કહ્યું હતું કે ‘ગુલાબો સિતાબો’ માટેનો કોન્સેપ્ટ જૂહીએ સ્પર્ધા પહેલાં રજિસ્ટર કરાવ્યો હતો. જૂહીને ક્યારેય તે સ્ક્રિપ્ટ મળી નહોતી. સ્ક્રિપ્ટ રાઈટિંગ સ્પર્ધકોના આયોજકોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.’

વધુમાં રાઈઝિંગ સન ફિલ્મ્સે કહ્યું હતું, ‘નોટિસમાં જે રીતની ફિલ્મની વાત કહેવામાં આવી છે, તેનાથી અમારી ફિલ્મ અલગ છે. નવાઈની વાત એ છે કે માત્ર 2 મિનિટને 41 સેકન્ડના ટ્રેલર પરથી કોઈ કેવી રીતે આવા આક્ષેપો મૂકી શકે.’

વકીલ સિદ્દીકીએ કહ્યું હતું કે અકીરાએ સ્ક્રીનરાઈટર્સ એસોસિયેશન (SWA)ને દરમિયાનગીરી કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ તેમણે જૂહીને સ્ક્રિપ્ટ સબમિટ કરવાનું કહ્યું છે. વકીલે દાવો કર્યો હતો કે સ્પર્ધાની શરતોમાં એ વાતનો ઉલ્લેખ છે કે રાઈટર સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકે છે પરંતુ રાઈટરે આ વાતનો ઈનકાર કર્યો હતો. જૂહીએ વેરિફિકેશન તથા ઓથેન્ટિકેશન માટે પોતાની સ્ક્રિપ્ટ સબમિટ કરવાની હતી પરંતુ તેણે 12 દિવસ બાદ પણ આમ કર્યું નથી.

રાઈઝિંગ સન ફિલ્મ્સના મતે, SWAએ 29 મેના રોજ જૂહીની તરફેણમાં વાત કરી હતી. આ વાતથી આક્ષેપ કરનારાના નારાજ છે. પ્રેસમાં નોટિસ આપવી, સોશિયલ મીડિયામાં હેરાન કરવા તેના પરથી લાગે છે કે તેઓ જૂહી તથા ફિલ્મને નુકસાન પહોંચડવા માગે છે. તેમને ફિલ્મમાં પૂરો વિશ્વાસ છે. તેમણે ફિલ્મને ડિજિટિલ પ્લેટફોર્મ પર સ્ટ્રિમ કરવાનો નિર્ણય લીધો છે અને આ સમયે કારણ વગરના વિવાદ સર્જવા અયોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે જૂહી ચુતર્વેદીએ આ પહેલાં ‘વિકી ડોનર’, ‘ઓક્ટોબર’ તથા ‘પીકુ’ની સ્ટોરી લખી હતી. ‘ગુલાબો સિતાબો’ 12 જૂનના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Gulabo Sitabo' writer Juhi Chaturvedi accused of script plagiarism, makers call allegation baseless


from Divya Bhaskar https://ift.tt/2BDYi3P
https://ift.tt/2UyXEvl

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...