Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/07/vicky-udhamsingh1155_1591540600.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/07/vicky-udhamsingh1155_1591540600.jpg. Show all posts

Sunday, June 7, 2020

વિકી કૌશલ સ્ટારર બાયોપિક સરદાર ઉધમ સિંહનું પોસ્ટ પ્રોડક્શન વર્ક સોમવારથી શરૂ થશે, વિકીએ કહ્યું, ઉત્સાહની સાથે ચિંતા પણ છે

લોકડાઉનમાં સરકારે ગાઇડલાઇન સાથે શૂટિંગ માટેની મંજૂરી આપી છે. ફિલ્મ્સના કામ શરૂ થવા લાગ્યા છે ત્યારે વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ સરદાર ઉધમ સિંહનું પોસ્ટ પ્રોડક્શન વર્ક 8 જૂનથી શરૂ થઇ રહ્યું છે. આ વાતની જાણ વિકીએ ખુદ ફિલ્મનો તેના લુકનો ફોટો શેર કરીને કરી છે. આ બાયોપિક ફિલ્મને શૂજિત સરકાર ડિરેક્ટ કરી રહ્યા છે.

વિકીએ સરદાર ઉધમ સિંહના ફિલ્મનો તેનો લુકનો ફોટો શેર કરી લખ્યું કે, હવે ફરી કામ શરૂ કરવાનું છે. ઉત્સાહ પણ છે અને સાથે ડર પણ છે. ફરી બેઠા થવાની ચાહ સાથે અમે ફરી કામ શરૂ કરશું. સરદાર ઉધમ સિંહનું પોસ્ટ પ્રોડક્શન ફરી શરૂ થશે 8 જૂનથી. 2018માં આ જ દિવસે વિકીની ઉરી ફિલ્મનું ફોટોશૂટ થયું હતું. આ વાતની જાણ ઉરી ફિલ્મના ડિરેક્ટરે કમેન્ટમાં જણાવી હતી.

ડિરેક્ટર શૂજિત સરકારની આ ફિલ્મ સરદાર ઉધમ સિંહ 1940ના સમયની છે. ઉધમે બ્રિટિશ ઇન્ડિયાના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ પંજાબ માઈકલ ઓ ડ્વાયરની હત્યા કરી હતી. એના મારફતે એમણે અંગ્રેજો સામે 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. બ્રિટિશ સરકારે ત્યારબાદ તેમને ફાંસીએ લટકાવી દીધા હતા પરંતુ, અંગ્રેજો સામે નોન -કો-ઓપરેશન એટલે કે સાથ સહકાર ન આપવાના યુદ્ધની શરૂઆત તેમણે જ કરી હતી. ફિલ્મનું શૂટિંગ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ, લંડન, જર્મની અને આયર્લેન્ડના અમુક ભાગોમાં અને ભારતમાં થયું છે. ફિલ્મમાં ઓક્ટોબર ફેમ બનિતા સંધુ પણ લીડ રોલમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vicky Kaushal says post-production of Sardar Udham Singh to resume on Monday


from Divya Bhaskar https://ift.tt/3h1ff8H
https://ift.tt/2XI1Lam

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...