Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/1_1591594986.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/1_1591594986.jpg. Show all posts

Monday, June 8, 2020

‘ગુલાબો સિતાબો’ની રાઈટર જૂહી ચતુર્વેદી અમિતાભની ચાહક બની, કહ્યું- તેમણે 47 ડિગ્રી તાપમાનમાં શૂટિંગ કર્યું હતું

અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર 12 જૂનના રોજ છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે થયું હતું. જોકે, અમિતાભ સાથે આ ફિલ્મ પર ત્રણ વર્ષ પહેલાં જ ચર્ચા કરવામાં આવી હતી. ફિલ્મમાં બિગ બીએ મિર્ઝા નામના વૃદ્ધ મકાનમાલિકનો રોલ પ્લે કર્યો છે. ભાડુઆત બાંકે સાથે તેમને બિલકુલ બનતું નથી.

ફિલ્મની વાર્તા જૂહી ચતુર્વેદીએ લખી છે. અમિતાભે આ પહેલાં તેની સાથે ફિલ્મ ‘પીકુ’ કરી હતી. જૂહીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અમિતાભના કેરેક્ટરને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે બિગ બીએ લખનઉમાં 47 ડિગ્રી તાપમાનમાં શૂટિંગ કર્યું હતું.

સવાલઃ બિગ બીએ આ ફિલ્મમાં કામ કરવાની કેમ હા પાડી?
જૂહીઃ
ફિલ્મનું બેકડ્રોપ લખનઉનું છે. બચ્ચનસાહેબ પોતે અલ્હાબાદના છે અને તમને ખ્યાલ હતો કે તેઓ મિર્ઝાના પાત્રમાં શું જાદુ કરવાના છે. તેમના કરિયરની આ કદાચ પહેલી એવી ફિલ્મ છે, જેનું શૂટિંગ લખનઉમાં થયું છે.

સવાલઃ તેમની તરફથી ઈનપુટ આવ્યાં હતાં?
જૂહીઃ
તેમને કારણે તો મારું કામ અડધું થઈ ગયું હતું. તેમણે ભલે આ પહેલાં એક પણ ફિલ્મ ત્યાં શૂટ ના કરી હોય પરંતુ તે શહેર સાથે તેમને સંબંધ તો છે. મિર્ઝા જેવા લોકોની ખાન-પાનની રીત, બેસવું, ચાલ વગેરે બાબતો બચ્ચન સાહેબને ખબર હતી. મિર્ઝા લખનઉની જે ગલીમાં રહે છે, ત્યાંના અવાજોનો અમિતાભને ખ્યાલ હતો. આથી જ અમે મિર્ઝાના રહેવાના સ્થળહજરતગંજ, અમીનાબાદ અંગે અમે જે પણ લખ્યું, બચ્ચનસાહેબે પોતાના પર્ફોર્મન્સમાં તેને જીવંત કરી દીધું હતું. અમે બસ સીન તથા સંવાદો આપી દેતા હતાં અને નિશ્ચિત થઈને બેસી જતા હતાં. બાકીનું તમામ કામ તે જાતે જ સંભાળી લેતા હતાં. કારણ કે ક્યાં બોલવાનું, ક્યાં પોઝ લેવાનો અને ક્યાં અટકવું તે બધું જ તેમને ખબર હતી.

સવાલઃ પોતાના પાત્ર તથા તેમના ભૂતકાળને લઈ તેમની તરફથી કોઈ સવાલ રહેતા?
જૂહીઃ
બચ્ચન સાહેબના સવાલો ઓછા રહેતા. તેમના તરફથી વેલ્યૂ એડિશન વધારે રહેતી. મિર્ઝાને સાંભળતા જ તેઓ એ પાત્રની અંદર ખોવાઈ જતા હતાં. મિર્ઝાનો લુક ખાસ હતો. વાત કરવાની રીત અલગ છે. અલગ બૉડી લેંગ્વેજ છે, તેઓ વાંકા વળીને ચાલે છે. દાઢી, ટોપી, રૂમાલ, ચશ્મા, ચંપલ બધું તેમને અલગ બનાવે છે. તેમને ખૂંધ હોય છે. તેમની આઈબ્રો એક બાજુથી ખેંચાયેલી છે. આંખો મોટી મોટી કરીને વાતો કરે છે. આ ઉપરાંત બચ્ચન સાહેબ કેરેક્ટરમાં પોતાની રીતે પણ કંઈક જોડવા ઈચ્છતા હતાં.

સવાલઃ પ્રોસ્થેટિકમાં પણ ખાસ્સો સમય લાગતો હતો?
જૂહીઃ
હા, એ પણ લખનઉ જેવા વિસ્તારમાં. જૂન-જુલાઈની ગરમીમાં અમારું શૂટિંગ મોટા ભાગે આઉટડોરમાં જ રહેતું. અન્ય લોકો માટે સેટ પર પંખા રહેતા પરંતુ 77 વર્ષીય બચ્ચન સાહેબે 47 ડિગ્રી તાપમાનમાં ભર તડકામાં શૂટિંગ કરવું પડતું હતું. તેમને બધું જ જવાબદારી સાથે કર્યું હતું. તેમણે જેટલું વાંચ્યું, શીખ્યું, જીવનમાં જોયું તે બધું જ મિર્ઝાના પાત્રમાં આત્મસાત કર્યું હતું.

સવાલઃ આયુષ્માને પોતાના કેરેક્ટર બાંકે માટે શું કર્યું હતું?
જૂહીઃ
તેમના માટે લખનઉન પહેલીવાર નહોતું. આ પહેલાં પણ તેમણે ત્યાં અનેક ફિલ્મ કરી છે. જોકે, આયુષ્માન ખુરાનાએ એ વિચારીને રાખ્યું હતું કે તે એવું શું કરે કે તે અલગ દેખાય. ટ્રેલરમાં સ્પષ્ટ જોવા મળે છે કે આયુષ્માને પોતાના માટે બિલકુલ સડક છાપ ભાષા રાખી છે. પાયજામાનું નાડું બહાર દેખાય છે. તે વારંવાર અમને પૂછતો કે તે સડક છાપ લાગે છે કે નહીં?

સવાલઃ તમે ઉપર-ઉપરથી ધીર ગંભીર લાગો છો પરંતુ તમારી વાર્તામાં હ્યૂમર હોય છે. આવો વિરોધાભાસ કેમ?
જૂહીઃ
મારા માટે હ્યૂમર ડિફેન્સ મિકેનિઝ્મ છે. તકલીફ દરેકના જીવનમાં આવે છે. મારા જીવનમાં પણ છે પરંતુ એવું નથી કે તેના પર માત્ર મારો જ કોપીરાઈટ છે. હા, મને જે બાબતો તંગ કરે છે, તેમાંથી હું બહાર નીકળવાનો પ્રયાસ કરું છું. મુશ્કેલીઓ સામે ડીલ કરવાની મારી અલગ રીત છે. મારા જીવનમાં આવતી મુશ્કેલીમાંથી બોધપાઠ લઉં છું. તે મારા પર હાવી થાય તે પહેલાં જ તેની મજાક ઉડાવીને તેને સાઈડમાં રાખી દઉં છું. આ મારા જીવનની રીત છે. મેં અનેક પાત્રો દ્વારા આ બાબત ફિલ્મમાં પણ મૂકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Writer of 'Gulabo Sitabo' Juhi Chaturvedi talked about amitabh bachchan dedication


from Divya Bhaskar https://ift.tt/2YcMddx
https://ift.tt/2Ull1IF

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...