Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/5_1591604590.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/5_1591604590.jpg. Show all posts

Monday, June 8, 2020

અક્ષય કુમાર જુલાઈ મહિનામાં લંડનમાં ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ કરશે

લૉકડાઉન દરમિયાન અક્ષય કુમારે વહેલી સવારી સ્ક્રિપ્ટ સેશન લીધું હતું. હવે, ધીમે ધીમે લૉકડાઉન ખુલી રહ્યું છે. અક્ષય કુમારે પોતાનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ શરૂ કરશે.

લંડનમાં શૂટિંગ કરશે
ન્યૂઝ પેપર મુંબઈ મિરરના મતે, અક્ષય કુમાર જુલાઈમાં લંડનમાં શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને રણજીત તિવારી ડિરેક્ટ કરવાના છે. આ મેગા બજેટ ફિલ્મને નિખીલ અડવાણી તથા વાસુ ભગનાની પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.

સવારે છ વાગે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી
થોડાં સમય પહેલાં નિખીલ અડવાણીએ ઝૂમ મીટિંગની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘લૉકડાઉનમાં પણ અક્ષય કુમાર માટે કંઈ બદલાતું નથી. સવારે છ વાગે ‘બેલ બોટમ’નું ફાઈનલ નેરેશન.’ નિખીલે ટ્વીટમાં રાઈટર તથા ડિરેક્ટર રણજીત તિવારી તથા અસીમ અરોરા અને પ્રોડ્યૂસર્સ જેકી ભગનાની તથા વાસુ ભગનાનીને ટૅગ કર્યાં હતાં.

‘બેલ બોટમ’ 2021માં રિલીઝ થશે
80ના દાયકા પર આધારિત જાસૂસી થ્રિલર ‘બેલ બોટમ’ આવતા વર્ષે બીજી એપ્રિલે રિલીઝ થવાની છે. ગયા વર્ષે અક્ષય કુમારે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો.

‘સૂર્યવંશી’-‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ ના થઈ
અક્ષય કુમારની ઈદ પર ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ થવાની હતી. આ પહેલાં માર્ચમાં ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી એક પણ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ ફિલ્મ થિયેટર ખુલશે ત્યારે જ રિલીઝ કરવામાં આવશે.

‘પૃથ્વીરાજ’નો સેટ તોડવામાં આવશે
અક્ષય કુમાર યશરાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ બાકી છે. મુંબઈના દહીંસરમાં ફિલ્મને લઈ બે સેટ બનાવવામાં આવ્યા છે, એક રાજમહેલનો સેટ હતો અને એક યુદ્ધનો સેટ હતો. જોકે, જૂનમાં વરસાદની સિઝન શરૂ થવાની હોવાથી હવે પ્રોડક્શન હાઉસે આ બંને સેટ તોડવાનો નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે, સ્ટૂડિયોની અંદર જ શૂટિંગ કરવામાં આવશે. અક્ષય કુમાર ડિરક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સારા અલી ખાન તથા ધનુષ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar will be shooting for the film 'Bell Bottom' in London in July


from Divya Bhaskar https://ift.tt/3788Sfh
https://ift.tt/3hfoRNg

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...