Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/6_1591606420.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/6_1591606420.jpg. Show all posts

Monday, June 8, 2020

અનલૉક 1 પછી એક્ટ્રેસ રકુલપ્રીત વૉક પર ગઈ, 10 કિમીની વૉક પૂરી કરીને વીડિયો શૅર કર્યો

લૉકડાઉન બાદ હવે દેશને અનલૉક કરવામાં આવી રહ્યો છે. અનલૉક 1 આજથી (આઠ જૂન) શરૂ થયું છે. આ સમય દરમિયાન બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના રૂટીનમાં આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ પણ અનલૉકિંગ બાદ મુંબઈના મરીન ડ્રાઈવ પર વૉક પર જોવા મળી હતી. વૉકિંગ દરમિયાન રકુલે એક વીડિયો પણ શૅર કર્યો હતો અને તેમાં તેણે કહ્યું હતું કે તેણે 10 કિમી વૉક પૂરી કરી છે. આ વીડિયો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કર્યો હતો.

લૉકડાઉન દરમિયાન રકુલપ્રીત સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહેતી હતી. મે મહિનાના અંતમાં રકુલે એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાં તેના ફોલોઅર્સની સંખ્યા 14 મિલિયન એટલે કે 1 કરોડ 40 લાખ થઈ છે.

આ સ્ટાર્સ પણ ઘરની બહાર જોવા મળ્યા
લાંબા સમય બાદ કરીના કપૂર પોતાની બિલ્ડિંગ આગળ જોગિંગ કરતાં જોવા મળી હતી. તે સમયે કરીના એકલી હોવાથી તેણે માસ્ક પહેર્યું નહોતું. ત્યારબાદ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન તથા દીકરા તૈમુર સાથે મરીન ડ્રાઈવ પર જોવા મળી હતી. જોકે, આ સમયે સૈફ માસ્કમાં જોવા મળ્યોનહોતો. આ કારણેસોશિયલ મીડિયા યુઝર્સે તેને ઘણોજ ટ્રોલ કર્યોહતો. એક્ટ્રેસ તારા સુતરિયા, રિયા ચક્રવર્તી પણ વૉક કરતાં જોવા મળ્યાં હતાં. જોકે, હજી પણ મોટા ભાગના સેલેબ્સે પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી આપી દીધી છે પરંતુ મોટાભાગના ફિલ્મમેકર ઓગસ્ટ પછી જ શૂટિંગ કરશે, તેમ માનવામાં આવે છે. ચર્ચા છે કે ટીવીનું શૂટિંગ આ મહિનામાં શરૂ થઈ જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actress Rakul Preet goes for walk after Unlock 1, complete 10km walk and shares video


from Divya Bhaskar https://ift.tt/2Y5gpXS
https://ift.tt/30huS5W

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...