Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/9_1591617495.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/08/9_1591617495.jpg. Show all posts

Monday, June 8, 2020

લૉકડાઉન પણ પરંપરા ના તોડી શક્યું, એકતા કપૂર બર્થડે પર સિદ્ધિવિનાયક મંદિરે ગઈ, બહારથી દર્શન કર્યાં

એકતા કપૂર દર વર્ષે પોતાના જન્મદિવસ પર મંદિર જાય છે. લૉકડાઉનમાં પણ એકતાએ આ પરંપરા તોડી નહીં. રવિવાર (7 જૂન)ના રોજ એકતાનો 45મો જન્મદિવસ હતો. એકતા આ દિવસે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે ગઈ હતી. જોકે, એકતાને મંદિરની અંદર જવાની પરવાનગી મળી નહોતી. એકતાએ બહારથી જ ભગવાનના દર્શન કર્યાં હતાં.
એકતાએ વીડિયો શૅર કર્યો
એકતાએ ઈન્સ્ટા સ્ટોરીમાં મંદિરની મુલાકાતના બે વીડિયો શૅર કર્યાં હતાં. એક વીડિયોમાં મંદિરના પ્રાંગણમાં એલઈડી સ્ક્રીન પર ગણેશજીની પૂજા થતી જોવા મળે છે. બીજા વીડિયોમાં મંદિરનું બોર્ડ બતાવીને એકતાએ કહ્યું હતું, ‘બહારથી દર્શન.’
મહારાષ્ટ્રમાં મંદિર બંધ રહેશે
આઠ જૂનથી દેશના ઘણાં રાજ્યોએ પૂરતી સાવધાની સાથે ધાર્મિક સ્થળ ખોલવાની પરવનગી આપી છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે આની પરવાનગી આપી નથી. મહારાષ્ટ્રના કાયદા તથા ન્યાયિક વિભાગના સચિવ રાજેન્દ્ર ભાગવતે એક વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં લોકો માટે મંદિર, મસ્જિદ સહિત વિવિધ ધાર્મિક સ્થળ ખોલવા પર વિચાર લેવામાં આવ્યો નથી. આ અંગે નિર્ણય લેવાનો બાકી છે.
એકતા હાલમાં જ વિવાદમાં આવી હતી
એકતા હાલમાં જ પોતાના વેબ શો ‘XXX અનસેન્સર્ડ 2’ને લઈ વિવાદમાં આવી હતી. આ સીરિઝને કારણે એકતા પર ભારતીય સેનાનું અપમાન કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ હૈદરાબાદ, મુંબઈ, ઈન્દોર તથા જયપુરમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સીરિઝના એક સીનમાં એક્ટ્રેસ અદિતી કોહલી બોયફ્રેન્ડ સાથે સેનાની વરદી પહેરીને ઈન્ટિમેટ થાય છે. આ સીનને કારણે વિવાદ થયો હતો. એકતાએ આ સીન હટાવી દીધો છે. જોકે, આ સીનને કારણે એકતા તથા તેની માતા શોભાને દુષ્કર્મ સુધીની ધમકી મળી હતી.
એકતાએ હાલમાં જ આ વિવાદ પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેને સૈન્ય તથા જવાનોની પત્નીઓની માફી માગવામાં કોઈ વાંધો નથી. તેણે પોતાની ભૂલ સ્વીકારીને વિવાદિત સીનને હટાવી દીધા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ekta Kapoor went to Siddhivinayak temple on her birthday


from Divya Bhaskar https://ift.tt/3h7yo92
https://ift.tt/3eWWVeQ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...